Aapnu Gujarat
ટેકનોલોજી

સેમસંગે ડિસ્પ્લે પ્રોડક્શન યુનિટ ભારતમાં લાવી દીધો

કોરોનાના કારણે દુનિયાભરમાં ચીન સામે રોષ વ્યક્ત થઈ રહ્યો છે. આવામાં કંપનીઓ પણ હવે નવી જગ્યાઓ શોધવામાં લાગી છે. જેમાં દુનિયાની નામચીન સેમસંગે ભારત પર પસંદ ઉતારી છે. સેમસંગ પોતાની ડિસ્પ્લે ટેક્નોલોજી માટે જાણીતું છે. કંપની વર્ષોથી ચીનમાં પોતાની ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ પ્લાન સંચાલિત કરે છે. જાેકે, સેમસંગે હવે પોતાના ડિસ્પ્લે પ્રોડક્શન યુનિટ ભારતમાં લાવી દીધો છે.
કંપનીએ પોતે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રિલોકેશનની પુષ્ટી કરી છે. સેમસંગે નવું પગલું મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને વધુ એક મદદ મળશે, જે ભારતીય ધરતી પર ઉત્પાદોના નિર્માણ પર ભાર મૂકે છે.
સેમસંગની સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં ચીનથી નોઈડા (ઉત્તરપ્રદેશ)માં ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ યુનિટનું શિફ્ટિંગ થતું હોવાની પુષ્ટી કરાઈ છે. કંપની પાસે પહેલાથી જ આ શહેરમાં પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્‌સ છે.
સેમસંગ સાઉથ ઈસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ કેન કાંગે રવિવારે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરનારી ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેના દ્વારા ખ્યાલ આવ્યો કે દેશમાં રોકાણકારો માટે અનુકૂળ માહોલ હોવાથી કંપનીએ પ્લાન્ટ શિફ્ટ કર્યો છે. નોઈડામાં ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ યુનિટ સંપૂર્ણ રીતે ચીનમાં રહેલા પ્લાન્ટને રિપ્લેસ કરશે.
આપણે વડાપ્રધાન મોદી દ્વારા જાહેર કરાયેલા ‘મેક ઈન ઈન્ડિયા’થી અલગત છીએ, જેમાં ઉત્પાદોની આયાતને ઘટાડવા માટે ઘરેલુ વ્યવસાયો પર કેન્દ્રીત છે. સેમસંગે ભરેલા પગલાથી ફાયદો થશે. પ્રતિનિધિમંડળે એ પણ ખુલાસો કર્યો કે, સેમસંગ ભવિષ્યમાં ઉત્તરપ્રદેશને પોતાના મેન્યુફેક્ચરિંગનો ગઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે.
કંપનીએ આ વર્ષે એપ્રિલમાં ભારતમાં સ્માર્ટફોન ડિસ્પ્લેનું નિર્માણ શરુ કર્યું હતું. જાેકે, હવે મોટા પ્રમાણમાં પ્રોડક્શન માટે ફંક્શનલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે કરવામાં આવશે.
આ પગલાથી ભારતમાં રોજગારની તકો ઉભી કરવામાં મદદ મળશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો છે, તેમણે કહ્યું છે કે નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ થવાથી રાજ્યના યુવાનોને રોજગારીની તક મળશે. તેમણે આગળ જણાવ્યું કે સેમસંગને ભવિષ્યમાં પણ રાજ્ય સરકારનું સમર્થન મળતું રહેશે.
એ મહત્વનું છે કે સેમસંગ જેવી ટેક દિગ્ગજ ભારતીય બજારમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. જેનાથી ભારતીય યુવાનોને રોજગારીની તક મળશે, આ સાથે કંપનીની અર્થવ્યવસ્થા માટે તે વરસાદ સાબિત થશે.

Related posts

ભારતમાં સૌથી ખરાબ દિવસો આવવાના હજુ બાકી : સુંદર પિચાઇ

editor

टि्वटर पर ट्रेंड हो रहा #BoycottPatanjali

editor

પોતાના લાભ માટે તમારી જાસૂસી કરી રહ્યું છે ગૂગલ

editor

Leave a Comment

UA-96247877-1