Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ટૂંકમાં અટલજીની છબી સાથે રૂ.૧૦૦નો સિક્કો બહાર પાડશે સરકાર

અટલ બિહારી વાજપેયીના ચિત્ર સાથે રૂ. ૧૦૦ નો સિક્કો ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે.આ સિક્કાનું વજન ૩૫ ગ્રામ હશે. સત્તાવાર નિવેદન અનુસાર,સિક્કાના એક ભાગે અટલજીના નામ સાથે તેમનું ચિત્ર હશે તથા નામ અંગ્રેજી અને દેવનાગરી બન્ને ભાષામાં લખવામાં આવશે. ચિત્રની નીચે અટલજીના જન્મનું વર્ષ ૧૯૨૪ અને અવસાનનું વર્ષ ૨૦૧૮ લખવામાં આવશે.જ્યારે સિક્કાના બીજા ભાગમાં અશોક સ્તંભનું ચિહ્ન હશે તેની નીચે દેવનાગરી ભાષામાં સત્યમેવ જયતે લખવામાં આવશે.આમ ભારત એક બાજુ દેવનાગરીમાં લખવામાં આવશે,જ્યારે બીજી તરફ ભારત અંગ્રેજીમાં હશે.અશોક સ્તંભની નીચે રૂપિયાની નિશાની તથા મૂલ્ય લખવામાં આવશે.
અટલજીનું અવસાન આ વર્ષે ૧૬મી ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૯૩ વર્ષની વયે થયું હતું.જેથી તેમના સન્માનમાં ઘણા નામો બદલવામાં આવ્યા છે.હિમાલયના ચાર શિખરોના નામ પણ તેમના નામે રાખવામાં આવ્યાં હતાં તથા છત્તીસગઢમાં નવા રાયપુરનું નામ પણ અટલ નગર રાખવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઉત્તરાખંડ સરકારે પણ દેહરાદૂન એરપોર્ટનું નામ બદલીને અટલજી કર્યું હતું.

Related posts

Landslides at Coal Mine in Odisha, 4 died

aapnugujarat

Malegaon blast case: Pragya Thakur granted exemption from regular appearance by special NIA court

editor

શેરબજારમાં મંદી : સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ ઘટીને બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1