Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં મંદી : સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ ઘટીને બંધ

શેરબજારમાં આજે પણ મંદી અકબંધ રહી હતી. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ ઘટીને ૩૪૧૮૪ની સપાટીએ રહ્યો હતો. ફિસ્કલ ડેફિસિટને લઇને ચિંતા વચ્ચે સેંસેક્સમાં ઘટાડો નોંધાયો હતો. બીજી બાજુ બ્રોડર નિફ્ટી ૬૧ પોઇન્ટ ઘટીને ૧૦૪૯૩ની નીચી સપાટીએ રહ્યો હતો. આજે જારી કરવામાં આવેલા આર્થિક આંકડામાં ભારતનો ફિસ્કલ ડેફિસિટનો આંકડો એપ્રિલ-જાન્યુઆરી માટે ૬.૭૭ ટ્રિલિયન રૂપિયા અથવા તો ૧૦૩.૭૨ અબજ ડોલર રહ્યો હતો. માર્ચ મહિનામાં પૂર્ણ થતાં નાણાંકીય વર્ષ માટે નક્કી કરવામાં આવેલા મૂળભૂત ટાર્ગેટમાં ૧૧૩.૭ ટકાની આસપાસનો છે. વૈશ્વિક બજારોમાં એશિયન શેરબજારમાં અફડાતફડી રહી હતી. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાનો આંકડો રહ્યો હતો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિઝા પોલિસીની અસર ટીસીએસ, ઇન્ફોસીસ, વિપ્રો ઉપર જોવા મળી શકે છે. ઉપરાંત એફપીઆઈના આંકડા, ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડ ઓઇલની કિંમતો જેવા પરિબળોની અસર પણ જોવા મળશે. સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા હતો.એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો. સીપીઆઇ-આધારિત ફુગાવો ડિસેમ્બરમાં ૫.૨૧ ટકા રહ્યા બાદ જાન્યુઆરીમાં ૫.૦૭ ટકા રહ્યો છે. આવી જ રીતે હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં છ મહિનાની નીચી સપાટી ઉપર પહોંચી ગયો છે. ફુગાવો ૨.૮૪ ટકાની નીચી સપાટીએ પહોંચતા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને રાહત થઇ છે. શેરબજારમાં આજે દિવસ દરમિયાન પ્રવાહી સ્થિતી રહ્યા બાદ મંદી રહે તેવા સંકેત છે. શેરબજારમાં છેલ્લા બે દિવસથી જારી મંદીના કારણે કારોબારીઓ નિરાશ થયેલા છે. કારોબારી દિશાહીન પણ થયેલા છે. હાલમાં વધારે રોકાણ કરવાના મુડમાં કોઇ કારોબારીઓ દેખાઇ રહ્યા નથી. શેરબજારમાં ગઇકાલે મંગળવારે તેજી ઉપર બ્રેક મુકાઈ હતી.

Related posts

મોદી ફરી વડાપ્રધાન બને એવું ઇમરાન ખાન કેમ ઇચ્છે છેઃ ચિદમ્બરમે પૂછ્યો સવાલ

aapnugujarat

रूस के सर्वोच्च नागरिक पुरस्कार से सम्मानित होंगे पीएम मोदी

aapnugujarat

દુનિયામાં થયેલા ત્રાસવાદી હુમલાનું સેન્ટર એક રહ્યું છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1