Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બજેટમાં ખેડુતો, કૃષિ ક્ષેત્ર માટે રાહતોનો વરસાદ કરાયો

નાણાંપ્રધાન અરૂણ જેટલીએ સામાન્ય બજેટ રજૂ કરતી વેળા ખેડુતો અને કૃષિ ક્ષેત્ર માટે રાહતોનો વરસાદ કર્યો હતો. ખેડુત સમુદાયની જુદી જુદી માંગણી અને ફરિયાદની તરફ ધ્યાન આપીને જેટલીએ વર્તમાન સરકારનુ અતિમ સંપૂર્ણ બજેટ રજૂ કરતી વેળા શ્રેણીબદ્ધ જાહેરાત કરી હતી. જેટલીએ બજેટ રજૂ કરતી વેળા કહ્યુ હતુ કે વિવિધ અસરકારક પગલાના કારણે દેશમાં કૃષિ ઉત્પાદન રેકોર્ડ સ્તર પર પહોંચી ગયુ છે. તેમણે કહ્યુ હતુ કે આશરે ૩૦૦ મિલિયન ટન ફળ અને શાકભાજીનુ રેકોર્ડ ઉત્પાદન થયુ છે. મોદી સરકાર ખેડુતોના કલ્યાણ માટે કટિબદ્ધ છે તેમ કહીને તેમણે કહ્યુ હતુ કે પાકના લઘુત્તમ સમર્થન મુલ્યમાં ઉલ્લેખનીય વધારો કરવામાં આવી રહ્યોછે. ખેડુતોની આવકને બે ગણી કરવાના પ્રયાસ હેઠળ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ખેડુતોને હવે ખર્ચ કરતા દોઢ ગણી રકમ આપવામા ંઆવનાર છે. જેટલીએ ૨૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે કૃષિ જાર બનાવવાની જાહેરાત કરી હતી. નવા ગ્રામીણ જાર ઇ-નૈમથી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ઓપરેશન ગ્રીન માટે ૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. હવે તમામ પાક માટે લઘુતમ સમર્તન મુલ્ય આપવામાં આવનાર છે. જેટલીએ ૪૨ મેગા ફુડ પાર્ક બનાવવાની પણ જાહેરાત કરી હતી. હવે પશુ પાલકો અને માછળી સાથે જોડાયેલા ખેડુતોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવનાર છે. ખેડુતોને લોન માટે ૧૧૦૦૦ કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં જેટલીએ ખેડુતો અને ગ્રામીણ વિસ્તાર માટે રાહતોની જાહેરાત કરતા કહ્યુ હતુ કે ખેડતોના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવનાર છે. સરકારે આગામી ખરીદના પાકને ઉત્પાદન કરતા ઓછામાં ઓછા દોઢ ગણા વધારે કિંમત પર ખરીદવાનો નિર્ણય કર્યો છે. વર્ષ ૨૦૨૨ સુધી ખેડુતોની આવક ગણી કરવાની દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. બજાર મુલ્ય અને એમએસપીમાં અંતરની રકમને હવે સરકાર ઉપાડશે.જેટલીએ વિગતવાર માહિતી આપતા કહ્યુ હતુ કે બજારની કિંમત જો એસએસપી કરતા ઓછી રહેશે તો બાકી પૈસા ખેડુતને મળશે તે અંગે સરકાર ખાતરી કરશે. આના માટે નીતિ આયોગ વ્યવસ્થાનુ નિર્માણ કરવામાં આવનાર છે. ખેડુતોના કલ્યાણ માટે ૧૧ લાખ કરોડના ફંડની રચના કરવાની આજે જાહેરાત કરવામાં આવી હતી.વાંસના પાકને વધારી દેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છેો. જેટલીએ જાહેરાત કરી હતી કે જે છોડનો ઉપયોગ દવા બનાવવા માટે કરવામાં આવે છે તેના ઉત્પાદનને વધારી દેવા પર સરકાર ધ્યાન આપશે. દેશમાં ૫૮૫ એપીએમસીને ઇ-નેમ મારફતે જોડી દેવામાં આવનાર છે. ખેડુતોને વધારે કિંમત મળે તેનો હેતુ રહેલો છે. આ કામને માર્ચ ૨૦૧૯ સુધી પૂર્ણ કરવામાં આવનાર છે.જેટલીએ એમ પણ કહ્યુ હતુ કે જેટલા ગામો રહેલા છે તે તમામ ગામોને કૃષિના બજારોની સાથે સારા માર્ગ મારફતે જોડી દેવાની કામગારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવનાર છે. જૈવિક ખેતીને પણ પ્રોત્સાહન આપવામાં આવનાર છે. આના માટે સરકાર તમામ પ્રયાસો કરશે. ટામેટાસ બટાકા અને ડુગંળીનો ઉપયોગ મૌસમના આદાર પર થાય છે. હવે ઓપરેશન ગ્રીન લોંચ કરવામાં આવનાર છે. ઓપરેશન ફ્લડની જેમ આ લોંચ કરવામાં આવનાર છે. ૫૦૦ કરોડ રૂપિયા આના માટે રાખવામાં આવનાર છે. કોઇ ખેડુત કૃષિ લોન મેળવવા ઇચ્છુક હોય ન તે આ લાભથી વંચિત ન રહી જાય તેની ખાતરી કરવામાં આવનાર છે. અમે વર્ષોથી કહી રહ્યા છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આવી સ્થિતીમાં અમારા જિલ્લામાં ક્લસ્ટર ેસ્ડ ડેવલપમેન્ટ મોડલ તૈયાર કરવાની જરૂર છે. તમામ જિલ્લાઓ અનેગામોને કૃષિ બજારો સાથે સારા માર્ગોથી જોડવાથી ફાયદો થશે. ખેડૂતોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે ફાયદો થશે.

Related posts

હનીપ્રીત અને સુખદીપ કૌરની જ્યુડિશિયલ કસ્ટડી વધી ગઈ

aapnugujarat

૧૧.૪૪ લાખ પાન કાર્ડ રદ્દ

aapnugujarat

बेनामी संपत्ति मामलाः राबड़ी देवी और तेजस्वी से आईटी की पूछताछ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1