Aapnu Gujarat
રાષ્ટ્રીય

૧૧.૪૪ લાખ પાન કાર્ડ રદ્દ

તમારું પાન કાર્ડ તો કયાંક રદ્દ નથી થઇ ગયું ને જરા તપાસી લેજો. કારણ કે કેન્દ્ર સરકારે ૧૧.૪૪ લાખથી વધુ પાન કાર્ડ નિષ્ક્રિય અથવા તો રદ્દ કરી દીધા છે. આ અંગેની માહિતી નાણાં રાજ્યમંત્રી સંતોષકુમાર ગંગવારે સંસદમાં આપી છે.
તેમણે કહ્યું કે જ્યાં એક જ વ્યક્તિના એકથી વધુ પાન કાર્ડ આપી દેવામાં આવ્યા છે તેમના પાનકાર્ડ રદ્દ કરી દેવામાં આવ્યા છે.તેમણે રાજ્યસભામાં લખેલા જવાબમાં કહ્યું, ૨૭મી જુલાઇ સુધીમાં ૧૧,૪૪,૨૧૧૧ આવા પાન કાર્ડની ઓળખ કરાઇ હતી. પાન કાર્ડમાં જોવા મળ્યું કે કોઇ એક જ વ્યક્તિને એકથી વધુ વખત પાન કાર્ડ ઇશ્યૂ કરાયા છે. તો હવે આવા પાનકાર્ડને કા તો રદ્દ કરી દેવામાં આવ્યા અથવા તો નિષ્ક્રિય કરી દેવાયા છે.
તેમણે કહ્યું કે પાન ઇશ્યૂ કરવાનો નિયમ છે કે દરેક વ્યક્તિ એક પાન” સાથો સાથ તેમણે કહ્યું કે ૨૭ જુલાઇ સુધી ૧૫૬૬ નકલી પાનની ઓળખ કરાઇ. એવામાં કેટલાંય લોકોના મનમાં આશંકા છે કે બંધ કરાયેલા પાન કાર્ડમાં તેમનું પાનકાર્ડ તો સામેલ નથી ને.સૌથી પહેલાં ઇનકમ ટેક્સની વેબસાઇટ પર ક્લિક કરો. ત્યારબાદ સાઇટ પર નો યોર પાન વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો. આપને જણાવી દઇએ કે કોઇપણ પ્રકારના લૉગિન કરવાની જરૂર નહીં પડે.નો યોર પાન પર ક્લિક કર્યા બાદ એક નવી વિન્ડો ઓપન થશે. અહીં એક ફૉર્મ મળશે. આ ફૉર્મમાં તમારું મિડલ નેમ, સરનેમ, અને ફર્સ્ટ નેમ ભરવું પડશે. ધ્યાનમાં રહે આ પાન કાર્ડમાં લખેલા નામ જેવું જ હોય. જો મિડલ નેમ ના હોય તો આ કૉલમને ખાલી છોડી દેજો. પાન કાર્ડમાં આપવામાં આવેલી જન્મની તારીખ નાંખો. સાથો સાથ મોબાઇલ નંબર વગેરે સબ્મિટ પર ક્લિક કરો. ત્યારબાદ મોબાઇલ નંબર પર એક કોડ આવશે. અંતમાં આ કોડને ઉમેરી સબ્મિટ કરો.

Related posts

जम्मू-कश्मीर के बांदीपुरा में दो जवान शहीद हो गए

aapnugujarat

ઝપાઝપી બાદ સુનંદાની હત્યા થઈ : અહેવાલ

aapnugujarat

પોલીસ અધિકારીઓ સરકાર બદલાતા તેમની સામે પગલાં લેવાય છે : સુપ્રીમ

editor

Leave a Comment

UA-96247877-1