Aapnu Gujarat
બિઝનેસ

ઠંડા-ઠંડા, કુલ-કુલની જાહેરાત પર બીગ બી પાસે માંગ્યો જબલપુરની કન્ઝયુમર કોર્ટે જવાબ

મધ્યપ્રદેશના જબલપુરની કન્ઝયુમર કોર્ટે બોલિવુડ સ્ટાર્સ અમિતાભ બચ્ચન અને નવરત્ન તેલ બનાવતી કંપની ઇમામીને ભ્રામક પ્રચારને લઇને કરાયેલ ફરિયાદ પર સુનવણી શરૂ કરાઇ છે. તેમાં પૂછાયું છે કે નવરત્ન ઠંડા-ઠંડા, કુલ-કુલ કેવી રીતે છે. જબલપુર નિવાસી પી.ડી.બાખલે કન્ઝયુમર કોર્ટમાં ફરિયાદ કરી કે નવરત્નની જાહેરાતને ભ્રામક પ્રચાર ગણાવ્યો. આ ફરિયાદ પર ફોરમના અધ્યક્ષ સુનીલ કુમાર શ્રીવાસ્તવે અમિતાભ બચ્ચન અને ઇમામી કંપનીને સમન્સ મોકલીને જવાબ માંગ્યો છે.બાખલેના વકીલ ઓ.પી.યાદવે જણાવ્યું કે અમિતાભ બચ્ચન દ્વારા નવરત્ન તેલના ભ્રામક પ્રચાર થઇ રહ્યો છે જે ગ્રાહક સંરક્ષણ અધિનિયમ ૧૯૮૬ની જોગવાઇ વિરૂદ્ધ છે.અરજદારનું કહેવું છે કે તેલનો પ્રયાર કરતાં અમિતાભ બચ્ચન કહે છે કે આ તેલ ઠંડા-ઠંડા, કુલ-કુલ છે, પરંતુ એમ નથી કહેતા કે આવું કેમ છે. એ પણ બતાવામાં નથી આવી રહ્યું કે આ તેલમાં કંઇ-કંઇ અને કેટલી માત્રામાં જડીબુટ્ટીઓ છે. આ તેલનું ન તો રજીસ્ટર્ડ છે અને ન તો તેના ઉત્પાદનનું લાઇસન્સ છે. આ જાહેરાતમાં માથા, શરીરના દુખાવાથી રાહત આપવાની વાત કહેવાઇ છે. આમ આ તેલ નહીં પરંતુ ઔષધિ છે. અરજદારે જાહેરાત પર પ્રતિબંધની સાથે માનસિક અને શારીરિક હાનિ પહોંચવા પર ૧૫ લાખ રૂપિયાનું વળતર આપવાની માંગણી કરી છે.આપને જણાવી દઇએ કે ૨ ઑગસ્ટના રોજ મધ્યપ્રદેશની રાજ્યધાની ભોપાલની એક કોર્ટે શેવિંગ ક્રીમના ભ્રામક પ્રચારને લઇને આપવામાં આવેલ અરજી પર ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન સહિત બીજા બે ને નોટિસ રજૂ કરી ૨૬મી ઑગ્સટ સુધીમાં પોતાનો જવાબ દાખલ કરવાનો આદેશ કર્યો છે. ખાન પર પણ આરોપ છે કે તે એક શેવિંગ ક્રીમનો ભ્રામક પ્રચાર કરી રહ્યાં છે.

Related posts

શેરબજારમાં ઉતાર-ચઢાવનાં સંકેત

aapnugujarat

પેટીએમને પેમેન્ટ બેન્ક શરૂ કરવા માટે લાયસન્સ મળ્યું

aapnugujarat

भारतीय विमानन क्षेत्र को वैश्विक स्तर पर प्रतिस्पर्धी बनाना चाहिए : स्पाइसजेट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1