Aapnu Gujarat
બિઝનેસ

પેટીએમને પેમેન્ટ બેન્ક શરૂ કરવા માટે લાયસન્સ મળ્યું

દેશની સૌથી મોટી ડિઝીટલ વોલેટ કંપની પેટીએમને પેમેન્ટ બેંક શરૂ કરવા માટે લાઈસન્સ મળી ગયું છે. એટીએમ પેમેન્ટ્‌સ બેંક લિમિટેડની શરૂઆત ૨૩મી મેના દિવસે કરવામાં આવનાર છે. રિઝર્વ બેંકના નિર્દેશ મુજબ કંપની પોતાના વોલેટ બિઝનેસને પેમેન્ટ બેંક લાઈસન્સ હેઠળ પેમેન્ટ બેંકને ટ્રાન્સફર કરશે. પેમેન્ટ વોલેટનો ઉપયોગ કરી રહેલા ગ્રાહકો પેટીએમ પેમેન્ટ બેંક સાથે જોડાઈ જશે. કંપની તરફથી ૨૩મી મેના દિવસે કસ્ટમરોને એક સંદેશ પણ મોકલવામાં આવનાર છે. ગ્રાહકોની પાસે વોલેટની સેવા બંધ કરવા માટે પણ એક વિકલ્પ રહેશે. જો કોઈ વ્યક્તિ પેટીએમ યુઝર છે અને સંબંધિત ફેરફારોને લઈને સંતુષ્ટ નથી તો આના માટે પણ સમગ્ર માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. વોલેટમાં રહેલી રકમ પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડમાં ટ્રાન્સફર થઈ જશે. કંપનીના વોલેટ કારોબાર પણ પેમેન્ટ બેંકનો એક હિસ્સો બની જશે. આ તમામ બાબત ઓટોમેટીક રહેશે. આના માટે કોઈ કામ કરવાની જરૂર નથી. એપમાં કોઈ પ્રકારના ફેરફાર કરવામાં આવનાર નથી. એપ મારફતે ટેક્સી, ફ્યુઅલ, ફુડ અને અન્ય ચીજવસ્તુઓ માટે પેમેન્ટ કરવાની સુવિધા અકબંધ રહેશે. જો કોઈ વ્યક્તિ કંપનીના પેમેન્ટ બેંકમાં એકાઉન્ટ માટે વિકલ્પ પસંદ કરશે તો આ બાબત શક્ય બનશે. જો આવું નહીં કરવાની સ્થિતિમાં આપના વોલેટ પહેલાની જેમ જ કામ કરતા રહેશે. કંપની આપને અલગથી એક એકાઉન્ટ ખોલવા માટે વિકલ્પ આપશે. જો કોઈ વ્યક્તિ પેમેન્ટ બેંકમાં પોતાના એકાઉન્ટ ખોલે છે તો જમા રકમ ઉપર આપને પણ રકમ મળશે. સામાન્ય બેંકથી અલગ રીતે આ બેંક કામ કરનાર છે. પેટીએમને લઈને મહત્વ તાજેતરના સમયમાં વધી ગયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટને બંધ કરવાની જાહેરાત કર્યા બાદથી પેટીએમનું મહત્વ વધ્યું છે.

Related posts

Sensex drops down by 407.14 points to 39194.49, Nifty closes at 11724.10

aapnugujarat

भेल ने 2018-19 के लिए 100% का लाभांश दिया

aapnugujarat

જાન્યુઆરીમાં સર્વિસ PMI ૩ મહિનાની નીચી સપાટી પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1