Aapnu Gujarat
બિઝનેસ

નોકરીયાત વર્ગના દિલ તુટી ગયા : ટેક્સ સ્લેબ અકબંધ

નાણાંપ્રધાન અરૂણ જેટલીએ વર્તમાન સરકાર માટેનું છેલ્લું અંતિમ બજેટ રજૂ કર્યું હતું જેમાં જેટલીએ પગારદાર વર્ગ અને મધ્યમ વર્ગને નિરાશ કર્યા હતા. બજેટ ાદ નોકરી કરનારના દિલ તુટી ગયા હતા. ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા ન હતા. જેટલીએ ટેક્સ સંબંધિત કેટલીક જાહેરાતો કરી હતી. ઇન્કમ ટેક્સ સ્લેબ યથાવત રાખવાનો નિર્ણય કરતા નિરાશા હાથ લાગી હતી અને સરકારની ટિકા પણ શરૂ તઇ હતી. કારણ કે બજેટમાં વડાપ્રધાન મોદી પાસેથી કેટલીક અપેક્ષા મધ્યમ વર્ગને હતી. જો કે સરકારે સ્ટાન્ડર્ડ ડિડક્શનની ફરી શરૂઆત કરી છે. એટલે કે જેટલા પગાર પર ટેક્સ બનશે તેમાંથી ૪૦ હજાર રૂપિયા ઘટાડીને ટેક્સ આપવાની જરૂર રહેશે. સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડની કમાણી પર ૧૦ ટકા ટેક્સ આપવાની જરૂર રહેશે.સાથે સાથે હાઉસ એન્ડ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પર નજીવી રાહત આપવામાં આવી છે. આનો ૨.૫ કરોડ સેલરીડ અને પેન્શનર્સને લા મળશે. અલબત્ત નાણાંકીય વર્ષ ૨૦૦૫-૦૬ સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શનની સુવિધા મળેલી હતી તે મોડેથી પરત લેવામાં આવી હતી. સિનિયર સિટિજન્સને હવે સેક્શન ૮૦ સી હેઠળ ૧૦ હજાર રૂપિયાની જગ્યાએ ૫૦ હજાર સુધી છુઠછાટ આપવામાં આવનાર છે. બીજી બાજુ તમામ સરકારી પ્રમાણપત્ર હવે ઓનલાઇન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આરોગ્ય પર સેસને હવે ત્રણ ટકાના બદલે ચાર ટાક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં હવે ૧૨.૬ ટકા સુધીનો વધારો થયો છે. નાણાંકીય ખાદ્યને કાબુમાં લેવા માટે જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. હાઉસ એન્ડ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ઉપર નજીવી રાહતોની જાહેરાત કરાઈ છે. આનાથી ૨.૫ કરોડ પગારદાર વર્ગ અને પેન્શનરોને લાભ થશે. અલબત્ત નાણાંકીય વર્ષ ૨૦૦૫-૦૬ સુધી આ સુવિધા હતી. હવે ઇન્કમટેક્સ સ્લેબ યથાવત રહેતા અઢી લાખ સુધી કોઇ ટેક્સ રહેશે નહીં. ૨.૫ લાખની આવક પર પાંચ ટકા ટેક્સ રહેશે જ્યારે પાંચ લાખથી ૧૦ લાખની આવક પર ૨૦ ટકા અને ૧૦ લાખથી ઉપરની આવક પર ૩૦ ટકા ટેક્સ સ્લેબ રહેશે. સિનિયર સિટિઝન અથવા તો ૬૦થી ૭૯ વર્ષની વયના લોકોના ઇન્કમ ટેક્સ સ્લેબની વાત કરવામાં આવે તો ઝીરોથી ૩ લાખ રૂપિયાની આવક પર કોઇ ટેક્સ નથી. જેટલીએ બજેટ રજૂ કરતી વેળા શોર્ટટર્મ કેપિટલ ગેઇન્સ પર ૧૫ ટકા ટેક્સ અને લોંગ ટર્મ પર ૧૦ ટકા ટેક્સ લાગૂ કરવાની જાહેરાત કરી હતી.

Related posts

સેંસેક્સ ૭૨ પોઇન્ટ ઘટીને ૩૪,૭૭૧ની સપાટી ઉપર : ડૉલર સામે રૂપિયો ૫૪ પૈસા ઘટ્યો

aapnugujarat

Unitech को मकान खरीदारों को 4.82 करोड़ रुपए लौटाने का निर्देश

aapnugujarat

ट्राइब्यूनल ने रद्द किया १५ बैकों पर जुर्माने का आदेश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1