Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચિદમ્બરમનાં ‘ભીખ માંગવું એ રોજગાર’વાળા નિવેદન પર બીજેપીનો પલટવાર

ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર “ગરીબ અને આકાંક્ષી ભારતીયો”નું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપાએ કોંગ્રેસ પર પી. ચિદમ્બરમનાં તે નિવેદનને લઇ આરોપ લગાવ્યો છે, જેમા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા કહ્યું હતું કે, જો પકોડા વેચવું એક રોજગાર છે તો ભીખ માંગવું પણ એક રોજગાર છે. કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે રવિવારનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તે ટિપ્પણી પર નિશાનો સાદ્યો હતો કે, પકોડાનું વેચાણ કરવું તે એક રોજગાર છે. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે,”વડાપ્રધાને કહ્યું હતું કે, પકોડા વેચવું પણ એક રોજગાર છે, તે તર્કથી તો ભીખ માંગવું પણ એક રોજગાર છે. તો ચલો જીવવા માટે ભીખ માંગવા મજબૂર ગરીબ અને વિકલાંગ લોકોને પણ રોજગારી ધરાવતા લોકોમાં તેમની ગણતરી કરીવી જોઇએ, સત્ય તો એ છે કે, ભારતે ગત ત્રણ વર્ષમાં માત્ર સામાન્ય વૃદ્ધિ કરી છે પરંતુ રોજગારના અવસર વધ્યા નથી, સરકારને એ સમજમાં નથી આવતું કે, રોજગારની તકો કેવી રીતે વધારી શકાય” ચિદમ્બરમે ઘણા ટ્‌વીટ કરીને કહ્યું કે, મોદી સરકારને સમજમાં નથી આવતું કે, રોજગારને કેવી રીતે વધારી શકે. તેમણે લોકોને ચેતવ્યા કે સરકાર રોજગાર સૃજન વિશે ખોટા વાયદાઓ કરીને આપણી કોમનસેન્સ પર હુમલો કરી રહી છે. ભાજપાએ ટ્‌વીટર પર કહ્યું કે,”કોંગ્રેસ પાર્ટીએ ગરીબ અને આકાંક્ષી ભારતીયોનું ફરીથી અપમાન કર્યુ છે. લાખો મહેનતી ભારતીયોની આજીવિકાની તુલના ભીખ માંગવાથી કરીને કોંગ્રેસે હંમેશાની માફક ગરીબોનો તિરસ્કાર કર્યો છે. ભાજપે મોદીની ચા વેચવાની પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ભ્રષ્ટ અને વંશવાદીઓ પર એક ઇમાનદાર અને સખત મહેનતવાળા ચાવાળા માટે ઐતિહાસિક જનાદેશને કોંગ્રેસ હજૂ સુધી સ્વીકાર નથી કરી શકી.”

Related posts

जीएसटी : बैंक चार्ज और इंश्यारेन्स प्रीमियम बढेंगे

aapnugujarat

बिहार सरकार के बाद केंद्र ने AES को लेकर SC में दाखिल किया हलफनामा

aapnugujarat

પ્રવિણ તોગડિયાએ કહ્યું રામજન્મભૂમિ આંદોલન શરુ કરનાર એક કોંગ્રેસી નેતા હતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1