Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં પાટીદારોએ વિધવાઓના હસ્તે કરાવ્યો સમૂહલગ્ન સમારંભનો પ્રારંભ

સુરતમાં પાટીદારોએ એક અનોખી પહેલી કરી છે. સામાન્ય સંજોગોમાં વિધવાઓને શુભપ્રસંગથી દૂર રાખવમાં આવે છે. પોતાના પુત્રના લગ્ન હોય તો પણ વિધવાના હાથે કોઈ વિધિ કરાવાતી નથી. તેવા સંજોગોમાં સુરતમાં યોજાયેલા સમૂહલગ્ન સમારંભનો પ્રારંભ વિધવાઓના હસ્તે કરાવી પાટીદારોએ પહેલ કરી છે. તો બીજી એક નોંધપાત્ર બાબત એ પણ હતી કે આ સમૂહ લગ્નમાં સામેલ થનારા પ્રત્યેક યુવાન વ્યસનમુક્ત હતા. વ્યસન ધરાવનારાને વ્યસન છોડી દેવું પડ્યું હતું.આ સમૂહ લગ્નમાં માત્ર વ્યસનમુક્ત યુવાકોને જ સ્થાન અપાયું હતું. તેમજ ૨૮ યુવકો એવા પણ હતા કે જેઓએ આ સમૂહ લગ્નમમાં જોડાવવા માટે વ્યસન છોડી દીધું હતું.સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા આ મહા સમૂહલગ્નનો પ્રારંભ વિધવાઓના હસ્તે કરવી સમાજને એક નવો સંદેશો પાઠવ્યો છે.લગ્નગ્રંથિથી જોડાયેલી તમામ દીકરીઓને સરકારી યોજનાઓનો લાભ પણ મળશે અને દીકરીઓને ૧૦-૧૦ હજાર રૂપિયાની સહાય પણ મળશે.આશરે ૫૦ હજાર લોકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમૂહલગ્નને સફળ બનાવવા ૩૦૦૦ જેટલા સ્વયંસેવકોની ટીમ કામે લાગી હતી.

Related posts

ગુજરાત સરકાર લવ જેહાદને નાથવા ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક રજૂ કરશે

editor

State govt not planning to impose lockdown again : Rupani

editor

ખેડૂતો, ગરીબોની વાત નહીં કરીએ તો તેઓ મતનો પાવર બતાવતા હોય છે : અલ્પેશ ઠાકોર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1