Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

યમનમાં રાજકીય સંકટ : અલગાવવાદીઓનો સરકારી ઇમારતો પર કબજો

પહેલેથી જ વિકટ પરિસ્થિતિ સામે લડી રહેલા યમનમાં દક્ષિણના એડન શહેરમાં અલગાવવાદીઓએ સરકારી ઇમારતો પર કબજો કરી લીધો છે. અહીં પ્રેસિડન્ટ અબ્દરબ્બુહ મંસૂર હાદીની સેના અને અલગાવવાદી (સેપરેટિસ્ટ્‌સ) વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. વડાપ્રધાન અહમદ બિન દાગેરે અલગાવવાદીઓ પર તખ્તાપલટની પરિસ્થિતિ પેદા કરવાનો આરોપ લગાવ્યો છે. અત્યાર સુધી આ સંઘર્ષમાં ઓછામાં ઓછા ૧૦ લોકોનાં મોત થયા છે અને ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.યમન સરકારે હાલ અદનમાં પોતાનું અસ્થાયી આશ્રયસ્થાન બનાવ્યું છે, કારણ કે રાજધાની સના હૂતી વિદ્રોહીઓના નિયંત્રણમાં છે.હાલ બંને પક્ષોએ પોતાની સેનાઓને રોકવા માટે કહ્યું છે. સરકારી જૂથોએ યમનના પાડોશી અરબ દેશો સાથે હસ્તક્ષેપ કરવાના મામલાને ઉકેલવાની અપીલ કરી છે.પહેલેથી જ વિકટ પરિસ્થિતિ સામે લડી રહેલા યમનમાં લાખો લોકોને મદદની જરૂર છે, પરંતુ હાલના સંઘર્ષ બાદ સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ છે.૧૯૯૦માં સાઉથ અને નોર્થ યમનને જોડીને હાલના યમનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ પણ સાઉથ યમનમાં અલગાવવાદી ભાવના શાંત નથી થઇ.અલગાવવાદી અત્યાર સુધી તો હૂતી વિદ્રોહીઓની વિરૂદ્ધ સરકારનું સમર્થન કરતા રહ્યા હતાં. પરંતુ થોડાં અઠવાડિયા પહેલાં તેઓએ સરકાર પર ભ્રષ્ટાચાર અને ભેદભાવનો આરોપ લગાવ્યો, જેનાથી તણાવ વધી ગયો.અલગાવવાદીઓએ વડાપ્રધાન દાગેરને પદભ્રષ્ટ કરવા માટે પ્રેસિડન્ટ હાદીને થોડાં દિવસોનો સમય આપ્યો હતો. જે ખતમ થયા બાદ રવિવારે લડાઇ શરૂ થઇ ગઇ.સાઉથ અલગાવવાદીઓને સંયુક્ત અરબ અમીરાતનું સમર્થન છે, જે હૂતી વિદ્રોહીઓ વિરૂદ્ધ લડી રહેલા સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા ગઠબંધનમાં સામેલ છે.વડાપ્રધાન દાગેરે યુએઇને તાત્કાલિક શાંતિ માટે પગલાં ઉઠાવવાનું કહ્યું છે અને ચેતવણી આપી છે કે આ સંઘર્ષથી હૂતી વિદ્રોહીઓને ફાયદો થશે.

Related posts

सीनेट में चलेगा ट्रंप के खिलाफ महाभियोग

aapnugujarat

चीन में भूकंप के झटकों से धंसी कोयला खदान, 9 खनिकों की मौत

aapnugujarat

અમેરિકા-કરાર વચ્ચે જેટ વિમાનનો ૧૨ અબજ ડૉલરનો જંગી કરાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1