Aapnu Gujarat
Uncategorized

રાજકોટમાં ૧૪ બાઇકો અને બે કાર સળગાવાતા હાહાકાર

ીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ત્રણ સોસાયટીઓની બહાર પાર્ક કરેલ ૧૪ બાઇક અને બે કારને સ્થાનિક અસમાજિક તત્વોએ સળગાવી દેતાં સમગ્ર શહેર ખાસ કરીને સ્થાનિક રહેવાસીઓમાં ભારે હાહાકાર મચી ગયો હતો. પોલીસ તપાસમાં એ હકીકત સામે આવી હતી કે, આરોપીઓએ જવલનશીલ પદાર્થ છાંટી એવી રીતે વાહનોને આગ ચાંપી હતી કે, તમામ વાહનો આગમાં ભસ્મીભૂત અને બળીને જાણે રાખ થઇ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે અને એકાદ શખ્સ આગ ચાંપીને ચાલતો જતો નજરે પણ પડે છે, તેથી સીસીટીવી ફુટેજના આધારે પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સરદારનગર વિસ્તારમાં તાજેતરમાં જ આ પ્રકારે સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા ૧૧ વાહનોને આગ ચાંપી સળગાવી દેવાયા હતા. એ પછી પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણી સેના અને રાજપૂત સમાજના લોકો દ્વારા ત્રણ-ચાર દિવસ પહેલાં જ એસ.જી હાઇવે પર અને હિમાલયા મોલ સહિતના પાંચેક મલ્ટિપ્લેક્સની બહાર ૧૦૧ જેટલા વાહનોને આગચંપીની જોરદાર ઘટના સામે આવી હતી, જેને પગલે રાજયમાં ખળભળાટ મચી ગયો હતો અને આ વિવાદ હજુ શમે ત્યાં જ ગઇકાલે રાત્રે રાજકોટમાં આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારની ત્રણ સોસાયટીઓની બહાર પાર્ક કરાયેલા ૧૪ બાઇક અને બે કારને કેટલાક અસામાજિક તત્વો આગ લગાડી સળગાવી દીધા હતા. આટલા બધા વાહનોમાં આગચંપીની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી, જેને લઇ સ્થાનિક પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે સમગ્ર પ્રકરણમાં તપાસ હાથ ધરતાં એક શખ્સ કેટલાક વાહનને આગચંપી કરી ચાલતો જતો નજરે પડી રહ્યો છે, તેથી પોલીસે સીસીટીવી ફુટેજમાં કેદ થયેલા શખ્સોની ઓળખ કરવા અને તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

ભાવનગરમાં રાજકીય પક્ષો દ્વારા ગાંધી જ્યંતિની ઉજવણી

editor

સુત્રાપાડા તાલુકાના કદવાર ગામમાં રસ્તા બિસ્માર : લોકો પરેશાન

aapnugujarat

સરદારની પ્રતિમા બની શકે તો રામ મંદિર કેમ નહીં : આરએસએસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1