Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કુલભુષણ જાધવ કેસ મામલે આઈસીજેમાં ભારત ૧૭ એપ્રિલે જવાબ રજુ કરશે

આંતરરાષ્ટ્રીય કોર્ટે કુલભૂષણ જાધવના મામલામાં લેખિત દલીલો રજૂ કરવા માટે ભારત અને પાકિસ્તાન માટે ક્રમશઃ ૧૭મી એપ્રિલ અને ૧૭મી જુલાઈની સમય મર્યાદા નક્કી કરી છે. પાકિસ્તાનની લશ્કરી અદાલતે ૪૭ વર્ષીય જાધવને જાસુસી અને આતંકવાદના મામલામાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. ત્યારબાદ ભારત વિતેલા વર્ષ મે મહિનામાં હેગની આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રજૂઆત કરવા માટે ઇચ્છા વ્યક્ત કરી હતી. ૪૭ વર્ષીય જાધવને મૃત્યુદંડની સજા બાદ ભારતે આના પર પ્રતિબંધ મુકવાને લઇને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અપીલ કરી હતી. ત્રીજી મેના દિવસે આંતરરાષ્ટ્રીય કોર્ટે ૧૦ સભ્યોની પીઠે આ મામલામાં નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી પાકિસ્તાનને જાધવની સજાને અમલી ન બનાવવા માટે આદેશ કર્યો હતો. હવે ભારતને જવાબ આપવા માટે ૧૭મી એપ્રિલની મહેતલ આપવામાં આવીછે. ગયા વર્ષે ત્રીજી માર્ચના દિવસે બલુચિસ્તાન પ્રાંતમાં પકડી પાડવામાં આવેલા જાધવ ઉર્ફે હુસૈન મુબારકને પકડી પડાયા પછી તેને લઇને રાજકીય ગરમી જામી હતી.

Related posts

મુખ્યમંત્રી તરીકે મોદીનો ટ્રેક રેકોર્ડ પર્યાવરણને લઇ ખરાબ રહ્યો છે : સોનિયા

editor

સિદ્ધુને ૩૪ વર્ષ જૂના રોડ રેજ કેસમાં ૧ વર્ષની સજા

aapnugujarat

હવે કોંગ્રેસનું સેવાદળ સક્રિય થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1