Aapnu Gujarat
બિઝનેસરાષ્ટ્રીય

બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને ત્રણ લાખ કરવાની જરૂર

બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે બજેટમાં સામાન્ય વર્ગ માટે કયા પગલા લેવાશે તેને લઇને ચર્ચા જારી છે ત્યારે એસબીઆઈના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આવકવેરા મુક્તિ મર્યાદાને ૫૦ હજાર રૂપિયા વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવે તે જરૂરી છે. આ હિલચાલના કારણે ૭૫ લાખ લોકોને લાભ થઇ શકે છે. એસબીઆઈના ઇકો રેપ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હાઉસિંગ લોન હેઠળ જો વ્યાજ ચુકવણી માટેની મુક્તિ મર્યાદા પ્રવર્તમાન આવાસ લોન ખરીદનાર માટે ૨૫૦૦૦૦ રૂપિયા સુધી કરવામાં આવશે તો ૭૫ લાખ લોકોને ફાયદો થશે. હાલમાં આ મર્યાદા ૨૦૦૦૦૦ રૂપિયાની છે. આવાસ ખરીદનાર લોકોને સીધો ફાયદો થઇ શકે છે. સાથે સાથે સરકાર ઉપર પણ આશરે ૭૫ અબજ રૂપિયાનો જ બોજ આવશે. નાણામંત્રી અરુણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરનાર છે. વર્તમાન સરકારનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવનાર છે. સરકારે સમય સમયે ઇન્કમ ટેક્સ સ્લેબમાં વધારો કર્યો છે. વર્ષ ૧૯૯૦-૯૧માં ૨૨૦૦૦ રૂપિયાથી વધારીને ૨૦૧૪-૧૫માં ૨.૫ લાખ રૂપિયા કરવામાં આવી હતી. સાતમા પગાર પંચના કારણે અંગત આવકને વધારવામાં આવી છે ત્યારે અમે માનીએ છીએ કે, મુક્તિ મર્યાદાને વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવે તે જરૂરી છે. મર્યાદામાં આ પ્રકારનો વધારો કરવાના લીધે ૭૫ લાખ કરદાતાઓને ફાયદો થશે. બેંક ડિપોઝિટ મારફતે બચતને પ્રોત્સાહન આપવા માટે પગલા લેવામાં આવે તેની રજૂઆત પણ કરવામાં આવી છે. બચત વધે તેના ભાગરુપે આમા જણાવવામાં આવ્યું છે કે, સરકાર બચત બેંક થાપણ પર વ્યાજ મુક્તિ આપી શકે છે. ટર્મ ડિપોઝિટ ઉપર વ્યાજ ઉપર ટીડીએસની મુક્તિ મર્યાદાને લઇને પણ રજૂઆત કરવામાં આવી ચુકી છે. ટેક્સ સેવિંગ્સ ટર્મ ડિપોઝિટ માટે લોક ઇન પિરિયડનો ગાળો વર્તમાન પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષની કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ થાપણને ઇઇઇ હેઠળ લાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. એસબીઆઈના રિપોર્ટમાં અન્ય રજૂઆત પણ કરાઈ છે જેમાં કૃષિ સુધારા તરફ ફરી ધ્યાન આપવાની જરૂરિયાત દેખાઈ રહી છે. મૂડી રોકાણને વધારવાના હેતુસર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, મોડેથી થયેલા પ્રોજેક્ટોના કેસમાં મૂડી સબસિડીની દિશામાં ધ્યાન આપવાની જરૂર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો આપવાની જરૂર છે.

Related posts

આઈટી હાર્ડવેર સેક્ટર માટે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી

aapnugujarat

टैंकर घोटाला : केजरीवाल के निजी सचिव से की पूछताछ

aapnugujarat

છત્તીસગઢને આઈઆઈટી સહિત ૨૨,૦૦૦ કરોડની મોદીની ભેટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1