Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જાહેર ક્ષેત્રની ૨૦ બેંકોમાં ૮૮ હજાર કરોડ લગાવાશે : સરકાર દ્વારા કરાયેલી જાહેરાત

સરકારે આજે જાહેરાત કરી હતી કે, વર્તમાન નાણાંકીય વર્ષમાં ૨૦ જાહેર ક્ષેત્રેની બેંકોમાં ૮૮૧૩૯ કરોડ રૂપિયાની મૂડી ઉમેરવામાં આવશે. આઈડીબીઆઈ બેંકને સૌથી વધારે ૧૦૬૧૦ કરોડ રૂપિયા મળશે. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું ચે કે, તેમના મંત્રાલયે પબ્લિક સેક્ટર બેંકોને આપવામાં આવતી મૂડીને લઇને વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવી છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સરકારે પબ્લિક સેક્ટરની બેંકો માટે ૨.૧ લાખ કરોડ રૂપિયાની રિકેપ યોજનાની જાહેરાત કરી હતી. જેટલીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ના ગાળા દરમિયાન બેંકોના રિકેપ પ્લાન ઉપર અમલ કરવામાં આવનાર છે. ૩૧મી માર્ચના દિવસે પૂર્ણ થઇ રહેલા નાણાંકીય વર્ષ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ૮૮૨ કરોડ, બેંક ઓફ ઇન્ડિયાને ૯૨૩૨ કરોડ, પંજાબ નેશનલ બેંકને ૫૪૭૩ કરોડ મળશે. આ ઉપરાંત યુકો બેંકને ૬૫૦૭ કરોડ રૂપિયા મળશે. જેટલીએ કહ્યું છે કે, બેંકોના સંચાલનમાં કોઇ તકલીફ ન પડે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રાલયમાં રહેલા ડિપોર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસના સેક્રેટરી રાજીવ કુમારે કહ્યું છે કે, જાહેર ક્ષેત્રની બેંક પૈકી દરેક બેંક વિશ્વાસનો પ્રતિક છે. આ બેંકોની મૂડીને નિયમ મુજબ જરૂરી સ્થળ ઉપર જાળવી રાખવામાં આવશે. કુમારે કહ્યું હતું કે, બેંકોમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસો થઇ રહ્યા છે. તેમના પ્રદર્શન અને સુધારા ઉપર ઘણી બધી બાબતો આધારિત રહેશે. ૨૫૦ કરોડ રૂપિયાથી વધુના દેવા ઉપર નજર રાખવામાં આવશે. પ્રથમ વખત બેંક સાથે જોડાયેલા લોકોના ૬૫ કરોડ બેંક ખાતા લઘુત્તમ બાકી દંડ લાગૂ કરવામાં આવશે નહીં. સરકાર કોઇપણ બેંકને ફ્લોપ થવા દેવા ઇચ્છુક નથી.

Related posts

હિન્દુ જ્ઞાનના મુદ્દે મોદીનો રાહુલને જવાબ : ભાજપનો વિજય નિશ્ચિત

aapnugujarat

મોદી રાજનીતિ છોડશે તે જ દિવસે રાજનીતિને છોડી દેશે : સ્મૃતિ ઇરાની

aapnugujarat

દરેક આંસુના હિસાબ લેવાશે : મોદીની ખાતરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1