Aapnu Gujarat
રાષ્ટ્રીય

હવે કોંગ્રેસનું સેવાદળ સક્રિય થશે

કોંગ્રેસ સેવાદળ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરતાં પણ ૨ વર્ષ જુનૂં સંગઠન છે. જાેકે બાદમાં બદલાતા સમય સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મજબૂત થતું ગયું અને કોંગ્રેસ સેવાદળ નેપથ્યમાં જતું રહ્યું.
કોંગ્રેસ સેવાદળ હવે ફરી એક વખત મુખ્ય પ્રવાહમાં પરત ફરશે અને આરએસએસનો મુકાબલો કરશે. કોંગ્રેસ પાર્ટી પોતાના આ આગલી હરોળના પાયદળ (હરાવલ ટુકડી)ને ભવિષ્યના યુદ્ધ માટે તૈયાર કરવામાં લાગી છે. કોંગ્રેસ સેવાદળનો એક સમૃદ્ધ ઈતિહાસ રહ્યો છે પરંતુ બદલાતા સમય સાથે સેવાદળ પાસે ફક્ત પાર્ટીના કાર્યક્રમોમાં અનુશાસન જાળવવાની જવાબદારી જ રહી ગઈ. હવે પાર્ટી આ સંગઠનનું ગૌરવ ફરી પાછું લાવવાની કવાયત કરી રહી છે.
કોંગ્રેસ સેવાદળ પોતાના અનુશાસન અને જુસ્સાને લઈ પ્રખ્યાત છે. સેવાદળના સંસ્થાપક ડો. નારાયણ સુબ્બારાવ હાર્ડિકર અને આરએસએસના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવાર બંને સહપાઠી હતા. હાર્ડિકરે ૮ ડિસેમ્બર ૧૯૨૩ના રોજ હિન્દુસ્તાની સેવાદળના નામથી સેવાદળની રચના કરી હતી. જ્યારે હેડગેવારે ૨૭ સપ્ટેમ્બર ૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. આઝાદીની લડાઈમાં સેવાદળે પ્રમુખ ભૂમિકા ભજવી હતી. ૧૯૪૭માં તેનું નામ હિન્દુસ્તાની સેવાદળમાંથી બદલીને કોંગ્રેસ સેવાદળ કરી દેવામાં આવ્યું હતું. પંડિત જવાહરલાલ નેહરૂ તેના પ્રથમ અધ્યક્ષ હતા. તે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ અને સરદાર પટેલના સપનાંઓનું સંગઠન ગણાય છે.
આઝાદી બાદ સેવાદળે શિક્ષણના પ્રસાર, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્તિ અને શાંતિ-સદ્ભાવ જેવા કામ સંભાળ્યા. જાેકે ધીરે-ધીરે પાર્ટીને સેવાદળની જરૂરિયાત ઓછી લાગવા લાગી અને તે ફક્ત પાર્ટીના કાર્યક્રમોમાં વ્યવસ્થા સંભાળનારૂં સંગઠન બનીને રહી ગયું. આરએસએસઅને કોંગ્રેસ સેવાદળમાં તફાવત એ છે કે, આરએસએસમાતૃસંગઠન છે તથા વિભિન્ન સંસ્થા-સંગઠનોનું નેતૃત્વ કરે છે જ્યારે કોંગ્રેસ સેવાદળ કોંગ્રેસનું એક અગ્રિમ સંગઠન છે. આરએસએસભલે કોંગ્રેસ સેવાદળના ૨ વર્ષ બાદ અસ્તિત્વમાં આવ્યું હોય પરંતુ હવે તે એક પાવરફુલ સંગઠન છે.
કોંગ્રેસને હવે ફરી એક વખત સેવાદળની જરૂરિયાત અનુભવાઈ રહી છે. આરએસએસની વિચારધારાનો મુકાબલો કરવા માટે કોંગ્રેસ ફરી સેવાદળને તૈયાર કરી રહ્યું છે. દેશમાં લોકો દ્વારા આરએસએસઅને મ્ત્નઁનો રાષ્ટ્રવાદનો એજન્ડા પસંદ કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ ધીમે-ધીમે સંકોચાઈ રહી છે. કોંગ્રેસ આ કથિત રાષ્ટ્રવાદના એજન્ડાને ભ્રમિત અને ગેરમાર્ગે દોરનારો ગણાવે છે. કોંગ્રેસના મતે તેમાં ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કરવામાં આવે છે.
કોંગ્રેસ પાર્ટી આરએસએસનો પૂરજાેશથી મુકાબલો કરી શકે તે માટે સેવાદળને તૈયાર કરવામાં આવી રહ્યું છે. સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈના કહેવા પ્રમાણે સેવાદળ હવે નવા કલેવરમાં જાેવા મળશે. સેવાદળમાં નીચલા સ્તર સુધી પ્રશિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ પ્રશિક્ષિત સેવાદળના કાર્યકરો ગામે-ગામ જઈને મોરચો સંભાળશે. સેવાદળ પદાધિકારીના કહેવા પ્રમાણે તેઓ ‘પ્રચારક’ નહીં પરંતુ ‘વિચારક’ તૈયાર કરશે અને આરએસએસજેવી સંસ્થાઓના એજન્ડાનો જડબાતોડ જવાબ આપશે.
હાલ દેશમાં આરએસએસનો રાષ્ટ્રવાદનો એજન્ડા હાવી થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસને ફરી સેવાદળના જુસ્સાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. કોંગ્રેસ સેવાદળ પણ તેને આઝાદીની બીજી લડાઈ ઠેરવી રહ્યું છે. સેવાદળ પ્રદેશાધ્યક્ષ હેમસિંહ શેખાવતના કહેવા પ્રમાણે ડંડાનો મુકાબલો ઝંડાથી અને પ્રચારકનો મુકાબલો વિચારકથી કરવામાં આવશે. હવે એ જાેવાનું રહ્યું કે, લાંબા સમય સુધી નેપથ્યમાં રહેલું સેવાદળ પોતાને કેટલું મજબૂત કરીને આરએસએસનો મુકાબલો કરી શકે છે.

Related posts

राज्य पुलिस ने राजद्रोह का नोटिस भेजा, मेरे आत्मसम्मान को ठेस पहुंची है: लड़ाई राजनीतिक नहीं, आत्म-स्वाभिमान की है

editor

बिहार में बाढ़ का कहर : अब तक १२७ लोगों की मौत हुई

aapnugujarat

तमिलनाडु की डॉ.राधा कृष्णन नगर विधानसभा सीट पर २१ दिसम्बर को उपचुनाव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1