Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડોકલામમાં સબ સલામત, પરંતુ સૈન્ય કોઈ પણ સ્થિતિ સામનો કરવા તૈયાર : આર્મી ચીફ

સિક્કિમ સેક્ટરના ડોકલામમાં ચીની સૈનિકોની હાજરી મુદ્દે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે, આ કોઈ ગંભીર બાબત નથી. ડોકલામના એક ભાગમાં ચીની સૈનિકોની હાજરી છે પરંતુ તેમની સંખ્યા વધારે નથી. ચીની સૈનિકોએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટના કેટલાક કામ કર્યા છે પરંતુ તેમાંથી મોટાભાગના અસ્થાયી છે. બંને દેશોના સંબંધો ડોકલામ વિવાદ પહેલા હતા તેવા જ થઈ ગયા હોવાનો પણ સેનાધ્યક્ષે દાવો કર્યો હતો.સેના પ્રમુખે કહ્યું હતું કે સરહદ પર ચીની સૈનિકોના બાંધકામ કરવાના સાધનો છે પરંતુ ભારે ઠંડીના કારણે તે પોતાના સાધનો પરત ના લઈ જઈ શક્યા હોય તેવી પણ શક્યતા છે. ભારતીય સૈનિકો પણ ડોકલામ સેક્ટરમાં તૈનાત છે અને જો ચીની સૈનિક પરત આવશે તો તેનો સામનો કરવામાં આવશે. બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવાના પ્રયત્નોની પ્રસંશા કરતા સૈન્ય પ્રમુખે કહ્યું હતું કે, ડોકલામ બાદ બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવાની મેકેનિઝમ સારી રીતે કામ કરી રહ્યું છે અને સરહદ પર બંને દેશોના સૈનિકો વચ્ચે સંવાદનું આદાન-પ્રદાન થઈ રહ્યું છે.‘રાયસીના ડાયલોગ’ કાર્યક્રમમાં બોલતા ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે, અમે બોર્ડર પર્સોનેલ મીટિંગ આરંભી દીધી છે અને અમે નિયમિત રીતે મીટિંગ કરી રહ્યાં છીએ. ગ્રાઉન્ડ લેવલે કમાંડર સ્તરની વાતચીત યથાવત છે. સેના પ્રમુખે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે સંબંધો હવે ડોકલામ વિવાદ પહેલા જેવા જ થઈ ગયા છે.સેનાપ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે, આતંકવાદી સંગઠનો આતંકી અને રાજનૈતિક એમ બે ફ્રંટ હોય છે. આતંકવાદની સમસ્યાનો સામનો કરવા બંને પર એક સાથે પ્રહાર કરવા જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, આતંકવાદી સંગઠનો દ્વારા આતંકવાદી એકમો પર તેમની હિંસક ગતિવિધિઓ માટે કડકાઈથી નિયંત્રણ કરાઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આતંકી સંગઠનોના રાજનૈતિક સંગઠન એનજીઓના નામે દુષ્પ્રચાર, ધન એકત્ર કરવાની પોતાની ગતિવિધિઓ ચલાવી રહ્યાં છે. તેથી આતંકવાદી સંગઠનોના આતંકી અને રાજકીય એમ બંન્ને ફ્રંટનો એક સાથે સામનો કરવાની જરૂર છે.

Related posts

યોગી ઇફેક્ટ : હવે પ્રોફેશનલ અપરાધીઓમાં દહેશત ફેલાઇ

aapnugujarat

नगालैंड में जारी सियासी रस्साकशी के बीच टीआर जेलियांग ने ली मुख्यमंत्री पद की शपथ

aapnugujarat

મહામિલાવટના લોકોની મનમાની રોકી રહ્યા છે જેથી જગાળ પડે છે : હરિયાણામાં નરેન્દ્ર મોદી દ્વારા ઝંઝાવતી ચુંટણી પ્રચાર કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1