Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જીએસટી કાઉન્સિલની આવતીકાલે ફરી બેઠક : ૭૦ વસ્તુઓના રેટ ઘટશે

જીએસટી કાઉન્સિલની અતિ મહત્વપૂર્ણ બેઠક આવતીકાલે મળનાર છે જેમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. જીએસટી કાઉન્સિલની મિટિંગ ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. આ કાઉન્સિલની બેઠકમાં આશરે ૭૦ વસ્તુઓ માટે જીએસટી રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ૭૦ વસ્તુઓના રેટને તર્કસંગત બનાવવામાં આવશે જે પૈકી ૪૦ સર્વિસમાં આવે છે. નોટબંધી અને જીએસટી બાદ મુશ્કેલ તબક્કામાંથી નિકળી રહેલા કૃષિ અને ગ્રામિણ અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવાના ઇરાદાથી કાઉન્સિલ રેટને તર્કસંગત બનાવે તેવી શક્યતા છે. જીએસટી કાઉન્સિલ ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપવાની દિશામાં આગળ વધે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. કેન્દ્રીય બજેટ આડે એક પખવાડિયાનો સમય રહ્યો છે ત્યારે જીએસટી કાઉન્સિલની આ બેઠક ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. નિયમોમાં ફેરફાર અને સુધારાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે. ફાઇલિંગની પ્રક્રિયાને વધુ સરળ કરવા અને કેટલીક વ્યક્તિઓ અને નિયમોમાં રહેલી ખામીઓને દૂર કરવાના પ્રયાસ કરવામાં આવશે. ઓફિસરોની ફિટમેન્ટ કમિટિ દ્વારા કાઉન્સિલ સમક્ષ શ્રેણીબદ્ધ સૂચના કરી દેવામાં આવ્યા છે. કૃષિ અને ગ્રામિણ અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવાના પ્રયાસ કરવામાં આવનાર છે. નાણામંત્રી અરુણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે અંતિમ સંપૂર્ણ બજેટ રજૂ કરે તે પહેલા જીએસટી કાઉન્સિલની આ અંતિમ બેઠક રહેશે. ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આવી સ્થિતિમાં જીએસટી કાઉન્સિલની આ બેઠક ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સાથે સાથે મોદી સરકારના અંતિમ બજેટને પણ ઉપયોગી ગણવામાં આવે છે.
સુત્રોએ કહ્યું છે કે, ૪૦થી ૫૦ જેટલી સર્વિસ કાઉન્સિલની બેઠકમાં રેટ સુધારા માટે હાથ ધરવામાં આળનાર છે. આ સર્વિસ જે અગાઉ મુક્તિ મેળવી ચુકી છે પરંતુ જીએસટી વ્યવસ્થા હેઠળ કરવેરાની જાળમાં આવી ગઈ છે તેમની સામે અનેક મુદ્દાઓ રહેલા છે. કૃષિ અમલીકરણનો મામલો પણ ખુબ મહત્વપૂર્ણ બનેલો છે. ૧૨ ટકાના છત્ર હેઠળથી કાઢીને તેમને નવા છત્ર હેઠળ લાવવા માટે નિર્ણય કરવામાં આવી શકે છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં જીએસટી વ્યવસ્થા અમલી બનાવવામાં આવ્યા બાદથી નાના અને મોટા કારોબારીઓ ચિંતાતુર દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જીએસટીના કારણે જે કારોબારીઓ તકલીફ અનુભવી રહ્યા છે તેમની ચિંતાને ધ્યાનમાં લેવામાં આવશે. જીએસટી કાઉન્સિલની આ બેઠક ખુબ ઉપયોગી પુરવાર થનાર છે જેમાં રેટને તર્કસંગત બનાવવાનો મુદ્દો મુખ્યરીતે ચમકનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર વર્ષના ગાળા દરમિયાન દેશના ૧૪૦ મિલિયનથી વધારે ખેડુત પરિવારને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવનાર છે. સુધારવામાં આવેલા અંદાજ મુજબ ફાળવણી વધારી દેવામાં આવનાર છે. કૃષિ નિષ્ણાંતો નાણાં મંત્રાલયના અધિકારીઓને મળી ચુક્યા છે. જેમાં બજેટને લઇને પોતાની રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષના ગાળા દરમિયાન કૃષિ સેક્ટરમાં મંદી રહી હતી. તેમાં નવા પ્રાણ ફુંકવા માટે મેક ઇન ઇન્ડિયાને વધુ અસરકારક બનાવાશે.

Related posts

વિદેશી હૂંડિયામણની અનામતમાં ૨.૪૧૫ અબજ ડૉલરનો ઘટાડો

editor

પ્રથમ તબક્કામાં મતદાન બાદ જીતના ભાજપ-કોંગ્રેસના દાવા

aapnugujarat

ગોલ્ડ ઇટીએફમાંથી ૭૭૩ કરોડ રૂપિયા પરત ખેંચાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1