Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રથમ તબક્કામાં મતદાન બાદ જીતના ભાજપ-કોંગ્રેસના દાવા

૨૦ રાજ્યોને આવરી લેતી લોકસભાની ૯૧ સીટ ઉપર પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ ગણતરીનો દોર શરૂ થઇ ગયો છે. માહોલ કયા તરફી હતો તેને લઇને ચર્ચા ચાલી રહી છે. ભાજપ અને કોેંગ્રેસ દ્વારા પોતપોતાનીરીતે દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ આ અંગે કોઇપણ નક્કરપણે કહેવાની સ્થિતિમાં નથી. પરિણામ આવ્યા બાદ જ કોની સરકાર બનશે તે અંગે જાણી શકાશે પરંતુ એકંદરે જોરદાર જાગૃત્તિ ઝુંબેશ ચાલી હોવા છતાં ૨૦૧૯માં મોટાભાગે પ્રમાણમાં ઓછું મતદાન નોંધાયું છે. આને લઇને પણ રાજકીય પંડિતો કોઇ વાત કરવાની સ્થિતિમાં નથી. જો કે પોતપોતાના દાવા કરવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશની આઠ સીટ ઉપર આ વખતે ૬૩.૭ ટકા મતદાન થયું છે જે ૨૦૧૪માં મોદી લહેર વચ્ચે ૬૫.૬ ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું હતું. આવી જ રીતે મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૪ની સરખામણીમાં ઓછું મતદાન થયું છે. અહીં ૨૦૧૪માં ૬૩.૮ ટકા જ્યારે આ વખતે ૫૬ ટકા જેટલું મતદાન થયું છે. મોટાભાગના રાજ્યોમાં અગાઉની સરખામણીમાં ઓછા મતદાન સાથે હિલચાલ શરૂ થઇ ચુકી છે. મોટાભાગના પક્ષો પોતપોતાના જીતના દાવા કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં આઠ બેઠકો ઉપર પ્રથમ તબક્કામાં મતદાન થયું છે. દક્ષિણ ભારતની સીટો ઉપર પણ આવી જ સ્થિતિ રહી છે. કેટલાક પંડિતો એમ પણ કહે છે કે, ઉંચા મતદાનની સ્થિતિમાં ભાજપને ફાયદો થાય છે જ્યારે આની વિરુદ્ધમાં કેટલાક પરિણામો રહી ચુક્યા છે. વિતેલા વર્ષોમાં ઓછા મતદાનની સ્થિતિમાં પણ શાસક પક્ષની જીત થઇ છે જેથી કોઇપણ પ્રકારની ગણતરી અને અંદાજ કરવાની બાબત યોગ્ય રહેશે નહીં. એક તબક્કાના મતદાન બાદ જુદા જુદા રાજકીય પક્ષો દ્વારા ઉંચા મતદાનની ખાતરી કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. વડાપ્રધાન મોદી પોતે પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા લોકોને કહ્યું હતું. સાથે સાથે ચૂંટણી પર્વમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી. જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આમા લાગેલી છે. જાગૃત મતદારો પણ અન્યોને મતદાન માટે અપીલ કરતા રહે છે પરંતુ પ્રથમ તબક્કામાં મતદાનથી નિરાશા હાથ લાગી છે અને પ્રમાણમાં ઓછુ મતદાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે. બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે.

Related posts

નવી ટેક્સ વ્યવસ્થા માટેના તમામ નવ નિયમોને મંજુરી

aapnugujarat

મોબાઇલને આધાર સાથે વેરિફાઇની પ્રક્રિયા સરળ

aapnugujarat

छत्तीसगढ़ में अजीत जोगी की पार्टी के साथ बसपा ने तोडा गठबंधन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1