Aapnu Gujarat
બિઝનેસ

વિદેશી હૂંડિયામણની અનામતમાં ૨.૪૧૫ અબજ ડૉલરનો ઘટાડો

ગત ૨ એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની કુલ વિદેશી હૂંડિયામણોમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્કયામતોમાં ઘટાડો થવાને કારણે કુલ અનામત ૨.૪૧૫ અબજ ડૉલર ઘટીને ૫૭૬.૮૬૯ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું આરબીઆઈએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. સપ્તાહમાં કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં વિદેશી ચલણી અસ્કયામતો ૧.૫૧૫ અબજ ડૉલર ઘટીને ૫૩૬.૪૩૮ અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
વિદેશી ચલણી અસ્ક્યામતો ઉપરાંત સોનાની અનામત ૮૮.૪ કરોડ ડૉલર ઘટીને ૩૪.૦૨૩ અબજ ડૉલર, આઈએમએફ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્‌સ ૪૦ લાખ ડૉલર ઘટીને ૧.૪૮૬ અબજ ડૉલર અને તેની સાથેની અનામત પણ ૧.૨ કરોડ ડૉલર ઘટીને ૪.૯૨૩ અબજ ડૉલરએ રહી હતી.

Related posts

મુકેશ અંબાણીએ ત્રીજા વર્ષે પણ નથી લીધું વેતન

aapnugujarat

વોડોફોન-આઈડિયા ડૂબશે તો વધારે નુકસાન સરકારને થશે

editor

પહેલીવાર ગુજરાતથી કેસર કેરી સીધી USના બજારોમાં પહોંચશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1