Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આધાર સાથે મોબાઈલ લિંક કરો ઘેરબેઠા

મોબાઈલ ફોનને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ સરકારે વધારીને ૩૧ માર્ચ કરી છે. સરકારે આ કાર્ય માટે કોઈ વેબસાઈટ લોંચ કરી નથી, પરંતુ યુઆઈડીએઆઈએ ટોલ ફ્રી નંબર ૧૪૫૪૬નો આરંભ કર્યો છે. આ નંબર પર ફોન કરીને મોબાઈલને આધાર સાથે સરળતાથી જોડી એટલે કે લિંક કરી શકાય છે.જે મોબાઈલને આધાર સાથે લિન્ક કરવાનું હોય તેના પરથી જ ટોલ ફ્રી નંબર ૧૪૫૪૬ જોડો. ફોન જોડાયા પછી આધાર નંબર પૂછવામાં આવશે. ત્યારબાદ આધાર નંબર એન્ટર કરવો પડશે.આધાર નંબર એન્ટર કરાતા જ મોબાઈલ પર વન ટાઇમ પાસવર્ડ જોવા મળશે. તમારા મોબાઈલ પર ઓટીપી આવશે. આ ઓટીપી એન્ટર કરવાનું રહેશે. આમ કરાયા પછી મોબાઈલ નંબર આધાર સાથે લિંક થઈ જશે.માહિતી પૂરી પાડતી વખતે સાચી જાણકારી પૂરી પાડવામાં આવે તેની ખાસ તકેદારી રાખશો. કારણ કે આધારની વિગતો એન્ટર કરાયા પછી યુઆઈડીએઆઈની સિસ્ટમ તેની ચકાસણી કરશે. આ ચકાસણીમાં જાણકારી સાચી જણાશે તો જ મોબાઈલ લિંક થશે.આ સુવિધાનો લાભ લેવા માટે તમારો ઓછામાં ઓછો એક મોબાઈલ આધારા સાથે લિંક હોય તે જરૂરી છે. જો આમ નહીં હોય તો આ સુવિધાનો લાભ નહીં લઈ શકાય. કારણ કે આધાર લિંકમાટે ઓટીપી આવશે તે નોંધાયેલા મોબાઈલ પર જ આવશે.

Related posts

Saradha chit fund case : Ex-IPS Rajeev Kumar gets anticipatory bail by Calcutta HC

aapnugujarat

સેનાએ છ માસમાં ૧૦૧ આતંકીઓને ઠાર માર્યાં

aapnugujarat

આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડશે : હવામાન વિભાગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1