Aapnu Gujarat
મનોરંજન

‘ટાઈગર ઝિંદા હૈ’ એ ૧૨ દિવસમાં ૨૦૦ કરોડથી વધારેની કમાણી કરી

બોલિવૂડના બજરંગી ભાઈજાનનો જાદૂ ફરીથી છવાઈ ગયો છે. ફરી એકવાર સલમાન ખાન દર્શકોને રાજી કરવામાં સફળ થયો છે. એટલે જ તો ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’ની કમાણીમાં સતત વધારો થઈ રહ્યો છે. ફિલ્મ રિલીઝ થઈ તેના ૧૨ દિવસમાં ૨૦૦ કરોડથી વધારેની કમાણી કરી ચુકી છે અને ટુંક સમયમાં તે ૩૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.
ટાઈગર ઝિંદા હૈની ભારતમાં કમાણી ૨૭૯ કરોડથી વધારે થઈ છે. આ ફિલ્મ રિલીઝ થયા પછી એક સપ્તાહમાં જ ૨૦૦ કરોડની ક્લબમાં પહોંચી ચુકી હતી. જ્યારે હવે બીજા સપ્તાહમાં ફિલ્મ ૩૦૦ કરોડની નજીક પહોંચી ચુકી છે. કૈટરિના કૈફ અને સલમાન ખાનની સુપરહીટ જોડીને ચમકાવતી ફિલ્મ ટાઈગર ઝીંદા હૈની બીજા સપ્તાહની કમાણી પર નજર કરીએ તો બીજા શુક્રવારે ફિલ્મની કમાણી ૧૧.૫૦ કરોડ, શનિવારે ૧૫ કરોડ, રવિવારે ૨૨ કરોડ, સોમવારે ૧૮ કરોડ અને મંગળવારે ૭ કરોડની કમાણી હતી. એટલે કે ટાઈગર ઝિંદા હૈની કમાણી બીજા સપ્તાહમાં ૭૩ કરોડથી વધારે રહી હતી.ફિલ્મ જે રીતે કમાણી કરી રહી છે તેના પરથી અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ અને ‘સુલ્તાન’ની કમાણીના રેકોર્ડ પણ ટાઈગર ઝિંદા હૈ તોડી દેશે. અત્રે ઉલ્લેખનીય થે કે સુલ્તાનની કમાણી ૩૦૦ કરોડ રહી હતી જ્યારે બજરંગી ભાઈજાનની કમાણી ૩૨૦.૩૪ કરોડ રહી હતી. હાલ ટાઈગર ઝિંદા હૈ ફિલ્મે ૨૭૯ કરોડથી વધુ કમાણી કરી છે.

Related posts

एक प्राचीन कलरीपायट्टु शैली प्राण पंच करते दिखे विद्युत जामवाल

editor

‘भारत’ फिल्म से सीखने का बेहतर अनुभव रहा : कैटरीना

aapnugujarat

હવે એન્જેલિના જોલી રિયલ એસ્ટેટ એજન્ટના પ્રેમમાં છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1