Aapnu Gujarat
Uncategorized

દીવમાં ૫૭માં મુક્તિદિનની શાનદાર ઉજવણી કરાઈ

દીવમાં ૫૭માં મુકિતદિનની ઉજવણી નિમીતે પ્રશાસન દ્વારા ઘોઘલા જેટી પર બે દિવસનાં ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. પ્રથમ દિવસે ગાયિકા અકસાસીંઘ અને બીજા દિવસે ગાયક બાદશાહની મ્યુઝિકલ નાઇટ યોજાઇ હતી. પ્રશાસને જે કંપનીને આયોજન સોંપેલ તે વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહી હતી. વીઆઇપી ગેટ પર તકરારનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. દીવની પ્રજા અને પર્યટકો પુરતી ખુરશીઓ ન હોવાથી હેરાન થયાં હતાં. વોશરૂમની સુવિધા ન હોવાથી મહિલાઓને પરેશાની ભોગવવી પડી હતી. યોગ્ય વ્યવસ્થા અને સુવિધા ન હોવાથી બંને ઇવેન્ટોને ધારી સફળતા મળી ન હતી.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

રાજકોટના ૧૮૯ ગામમાં કોરોના વાયરસનું નામોનિશાન નહીં

editor

કારોલ ગામમાં વીજ કરટ લાગતા યુવાનનું મોત

editor

राजकोट में आंगडिया पेढी के कर्मचारी से १७ लाख की लूट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1