Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકીની ૪ની મૂડી ૨૧,૩૧૯ કરોડ ઘટી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઇન્ફોસીસ અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ છ કંપનીઓની મૂડીમાં વધારો થયો છે પરંતુ ઘટાડો જે કંપનીઓનો થયો છે તે મોટો છે જેથી ચાર કંપનીઓની મૂડીમાં ઘટાડાના આંકડાનો ઉલ્લેખ વધારે કરવામાં આવ્યો છે. એચડીએફસી બેંક અને આઈટીસીની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ઘટાડો થયો છે. બીજી બાજુ જે કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે તેમાં આરઆઈએલ, ટીસીએસ, એચયુએલ, મારુતિ સુઝુકી, એચડીએફસી અને ઓએનજીસીનો સમાવેશ થાય છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ૧૧૫૪૧.૮૮ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ઘટીને ૨૨૬૯૭૭.૯૦ કરોડ થયો છે. એસબીઆઈ અને એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૮૯૩૪.૧૮ અને ૫૯૭.૬૧ કરોડનો ઘટાડો થયો છે. આઈટીસીની માર્કેટ મૂડીમાં ૨૪૫.૫૫ કરોડનો ઘટાડો થયો છે. બીજી બાજુ ટીસીએસની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૧૧૬૦૦.૫૮ કરોડનો વધારો થયો છે જેથી તેની માર્કેટ મૂડી વધીને ૫૧૬૫૩૪.૨૨ કરોડ થઇ ગઇ છે. એચયુએલની માર્કેટ મૂડી રોકેટગતિથી વધીને ૨૯૬૧૨૨.૩૧ કરોડ થઇ છે. આરઆઈએલની માર્કેટ મૂડી ૧૬૧૫.૦૪ કરોડનો વધારો થયો છે જેથી તેની માર્કેટ મૂડી વધીને હવે ૫૮૩૩૪૭.૩૪ કરોડ થઇ છે. ઓએનજીસીની માર્કેટ મૂડીમાં પણ વધારો થતાં તેની મૂડી હવે વધીને ૨૪૯૭૯૮.૯૨ કરોડ થઇ ગઇ છે. મારુતિની માર્કેટ મૂડી ૯૩૯.૪૭ વધીને ૨૯૩૯૬૪.૬૮ કરોડ થઇ છે. એચડીએફસીની માર્કેટ મૂડી વધીને ૨૭૩૨૫૨.૦૫ કરોડ થઇ ગઇ છે. ટોપ ટેન કંપનીઓની વાત કરવામાં આવે તો આરઆઈએલની માર્કેટ મૂડી સૌથી વધારે રહી છે. ટીસીએસ બીજા સ્થાને છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં ૧૧૭ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો જેથી તેની સપાટી ૩૪૦૫૭ની લાઈફ ટાઈમ ઉંચી સપાટી ઉપર પહોંચી ગઈ છે.

Related posts

હવે ઇન્ફ્રાસ્ટકચર વધુ મજબુત કરવા પગલા લેવાશે

aapnugujarat

શેરબજારમાં વધુ ૮૦ પોઇન્ટનો ઘટાડો

aapnugujarat

વર્ષ 2015-16થી 2019-20ના આઇટીઆર વેરિફિકેશન માટેનો સમય 30 સપ્ટેમ્બર સુધી લંબાવાયો

editor

Leave a Comment

UA-96247877-1