Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૭ને વિદાય : નવા વર્ષનું આતશબાજી સાથે સ્વાગત

વર્ષ ૨૦૧૭ને પરંપરાગતરીતે વિદાય આપવામાં આવી હતી. સાથે સાથે વર્ષ ૨૦૧૮ના નવા વર્ષની ઉજવણીનો દોર પણ શરૂ થઈ ગયો હતો. આ જશ્ન આગામી બે દિવસ સુધી ચાલુ રહે તેવી સંભાવાના છે. સમગ્ર વિશ્વના દેશો જશ્નમાં ડુબી ચૂક્યા છે. સાંજ પડતાની સાથે જ કાર્યક્રમો વર્ષ ૨૦૧૭ને વિદાય આપવા અને ૨૦૧૮ને આવકારવા શરૂ થયા હતા જે હવે આગામી એક-બે દિવસ સુધી યથાવતરીતે ચાલુ જ રહેશે. નવા વર્ષે ન્યૂઝીલેન્ડમા તોં એન્ટ્રી કરી લીધી છે. ભારતીય સમય મુજબ સાંજે ૪.૩૦ વાગે ન્યૂઝીલેન્ડના સ્થાનિક સમય મુજબ નવા વર્ષની શરૂઆત થઈ ગઈ હતી. આ પ્રસંગે ન્યૂઝીલેન્ડના શહેર ઓકલેન્ડમાં શાનદાર આતશબાજી કરવામાં આવી હતી. ઓકલેન્ડના લોકો રાત્રિ ગાળા દરમિયાન જશ્નમાં ડુબેલા રહ્યા હતા. ૧૨ વાગતાની સાથે જ સમગ્ર ઓકલેન્ડમાં ઉજવણી શરૂ થઈ હતી. વિશ્વભરમાં ન્યુઝીલેન્ડમાં સૌથી પહેલા નવા વર્ષની એન્ટ્રી થાય છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ એશિયન દેશમાં નવા વર્ષની શરૂઆત થાય છે. વર્ષ ૨૦૧૭ને વિદાય આપવા અને વર્ષ ૨૦૧૮નું સ્વાગત કરવા માટે વિશ્વના દેશો સંપૂર્ણપણે તૈયાર થયા હતા. જુદા જુદા દેશોમાં પાર્ટીઓનો દોર નવા વર્ષની શરૂઆત થાય તે પહેલાં જ શરૂ થયો હતો. પરંપરાગત રીતે ઘણા દેશોમાં નવા વર્ષનું ભવ્ય આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા વર્ષને આવકારવા મોટા દેશોમાં ઘણા દિવસ પહેલાંથી જ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.નવા વર્ષને આવકારવામાં લોકો વ્યસ્ત દેખાયા હતા. ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં નવા વર્ષની સૌથી પહેલા શરૂઆત થઈ હતી. ઓકલેન્ડ નવા વર્ષની ઉજવણી કરનાર વિશ્વનું સૌથી પ્રથમ શહેર બને છે. ઓસ્ટ્રેલિયાના સિડની, મેલબોર્ન, પર્થમાં ભવ્ય આતશબાજીના નજારા જોવા મળ્યા હતા. બીજી બાજુ વિશ્વના દેશો પણ નવા વર્ષનું ભવ્ય કાર્યક્રમ અને શાનદાર આતશબાજી સાથે સ્વાગત કરવા સુસજ્જ થઈ ગયા હતા. ઓકલેન્ડ શહેર બાદ ઓસ્ટ્રેલિયાના પાટનગર સિડનીમાં ઉજવણી કરવામાં આવી હતી. સિડનીના લોકપ્રિય બંદર પર નવા વર્ષની ઉજવણી માટે પહેલાથી જ તૈયારી કરી લેવામાં આવી હતી. સમગ્ર વિશ્વના લોકો ૨૦૧૭ને ગુડબાય કરવા અને ૨૦૧૮ને આવકારવા પહેલાથી જ તૈયાર થઇ ગયા હતા. ઓસ્ટ્રેલિયામાં સિડની હાર્બર ખાતે વેન્ટેજ પોઇન્ટ ઉપર લાખો લોકો એકત્રિત થયા હતા. સિડની હાર્બર બ્રિજ ઉપર પણ શાનદાર આતશબાજી જોવા મળી હતી.ન્યૂઝીલેન્ડના શહેર ઓકલેન્ડમાં સમગ્ર આકાશ આતશબાજીથી છવાઇ ગયુ હતુ. ઓસ્ટ્રેલિયા પણ વિવિધ કાર્યકમો રાતભર ચાલનાર છે. વર્ષ ૨૦૧૭માં બનેલી કેટલીક દુઃખદ ઘટનાઓને ભુલી જઈને વિશ્વના લોકો ૨૦૧૮ની આવનારી ખુશીને લઈને આશાસ્પદ દેખાયા હતા. વર્તમાન સમયમાં વિશ્વની સ્થિતિ એવી બની છે જેમાં ઘરની દરેક વ્યક્તિ નોકરી કરતી થઈ છે. મોંઘવારી સતત વધી રહી છે. આવામાં પરિવારની એક વ્યક્તિ નોકરી કરે તેનાથી ઘરને વ્યવસ્થિત ચલાવવું વ્યવસ્થિત નથી જેથી પરિવારના ઘણા લોકો નોકરી કરતા થયા છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રસંગની ઉજવણી સારી રીતે થાય તે સ્વાભાવિક છે. સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણીનો દોર શરૂ થઈ ગયો છે જે હવે આગામી બે ત્રણ દિવસ સુધી જારી રહેશે. શાનદાર આતશબાજીનો નજારો જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં ૨૦૧૮ને આવકારવા માટે તૈયારી થઈ ચુકી છે. પાર્ટીઓના દોર શરૂ થઈ ચુક્યા છે. યુરોપના દેશોમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ન્યૂયોર્ક શહેરમાં લાખો લોકો ટાઈમ્સ સ્કવેર ખાતે પરંપરાગત મીડ નાઈટ બોલ ડ્રોપને જોવા માટે ઉપસ્થિત થયા હતા. ઓસ્ટ્રેલિયાથી શરૂ થયેલી ઉજવણી એશિયન દેશોમાં થઇને અમેરિકા ખાતે પૂર્ણ થશે. જાપાનમાં મધ્ય રાત્રિ પરંપરાગત પ્રાર્થના સભા યોજવામાં આવનાર છે. તાઇપેઇ અને તાઇવાનમાં પણ મધ્યરાત્રે ફટાકડાઓ ફોડીને નવા વર્ષના આગમનને વધાવવા લોકો સજ્જ છે. ડાન્સરો લોકોના દિલ મનમોહક ડાન્સ કરીને જીતી લેવા તૈયાર છે. જાપાનમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મોટાભાગે લોકો પરિવાર સાથે ઘરે રહેતાં હોય છે. જાપાનની રાજધાની ટોકિયોમાં આવેલા ૬૦૦ વર્ષ જૂના બૌદ્ધ મંદિર ખાતે હજારો લોકોએ ફુગ્ગાઓ છોડીને નવા વર્ષના આગમનને વધાવી લેવાની તૈયારી કરી ચૂક્યા છે. ભારતમાં વર્ષ ૨૦૧૬માં નવેમ્બર મહિનામાં રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ છેલ્લા ૫૦ દિવસથી સામાન્ય લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા . જો કે તમામ તકલીફ હવે દુર થઇ ચુકી છે. વર્ષ ૨૦૧૭માં નોટબંધીની કોઇ અસર દેખાઇ ન હતી. ભારતીય લોકો પણ નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે. ભારતના જુદા જુદા શહેરોમાં પહેલાથી જ પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. મોટા કલાકારોને પણ બોલાવાયા હતા

Related posts

દિલ્હી કોર્ટે નેશનલ હેરાલ્ડ હાઉસ ખાલી કરવા આદેશ આપ્યો

aapnugujarat

સરકારી બેંકોએ ૨૦૧૭માં ૮૧,૬૮૩ કરોડની લોન રાઈટઓફ કરી : અરૂણ જેટલી

aapnugujarat

યૂરિન સ્ટોર કરો, યૂરિયા ખરીદવાનું બંધ કરોઃ નીતિન ગડકરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1