Aapnu Gujarat
બિઝનેસ

FPI દ્વારા હવે ઇક્વિટીથી ૫૯૦૦ કરોડ પરત ખેંચાયા

વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનામાં ઇક્વિટીમાંથી ૫૯૦૦ કરોડ પાછા ખેંચી લીધા છે. વધતી જતી ફિસ્કલ ડેફિસિટ સાથે રોકાણકારોએ જંગી નાણા પાછા ખેંચ્યા છે. ઉંચી ક્રૂડ ઓઇલની કિંમતોના પરિણામ સ્વરુપે માર્કેટ ભાગીદારો માઇક્રો આર્થિક મોરચાને લઇને સાવધાન થયેલા છે. ડિસેમ્બરમાં સારા દેખાવ છતાં વિદેશી રોકાણકારોએ ૫૧૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે કે, એફપીઆઈ દ્વારા ૨૦૧૮માં આ પ્રદર્શનનું પુનરાવર્તન થઇ શકશે નહીં. નવેસરના આંકડા મુજબ એફપીઆઈ દ્વારા ડિસેમ્બર મહિના દરમિયાન ઇક્વિટીમાંથી ૫૮૮૩ કરોડ પાછા ખેંચી લીધા છે જ્યારે આવા રોકાણકારોએ સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૨૩૫૦ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. નવેમ્બર મહિનામાં ૧૯૭૨૮ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. માર્ચ મહિના બાદથી એફપીઆઈ દ્વારા સૌથી જંગી રોકાણ કરવામાં આવ્યું છે. માર્ચ મહિના બાદથી એફપીઆઇ દ્વારા સૌથી વધારે રોકાણ કરવામાં આવ્યુ હતુ. માર્ચ મહિનામાં ઇક્વિટી માર્કેટમાં ૩૦૯૦૬ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી રહી હતી. પીએસયુ બેંકોમાં જંગી નાણાં ઠાલવી દેવા માટેની સરકારે જાહેરાત કર્યા બાદ સ્થિતી ખુબ આશાસ્પદ દેખાઇ રહી છે. વૈશ્વિક સ્થિતીમાં પણ સુધારો થઇ રહ્યો છે. સ્થિર કરેન્સીની સ્થિતી પણ આના માટે જવાબદાર છે. ઓક્ટોબર મહિનામાં સ્ટોક માર્કેટમાં ૩૦૦૦ કરોડથી વધુ નાણાં ઠાલવી દેવામાં આવ્યા હતા. ઓક્ટોબર મહિનામાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૯૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા તે પહેલા સપ્ટેમ્બર મહિનામાં ૧૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. બેંકોની સ્થિતીને મજબુત કરવા માટે સરકાર દ્વારા ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ૨૪મી ઓક્ટોબરના દિવસે નાણાંપ્રધાન અરૂણ જેટલી દ્વારા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ સ્થિતી વધારે આશાસ્પદ દેખાઇ રહી છે. ફેબ્રુઆરી-ઓગસ્ટના તે પહેલાના છ મહિનામાં એફપીઆઈ દ્વારા ૧.૭૮ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. મૂડી માર્કેટમાં સેબી દ્વારા હાલમાં જ લેવામાં આવેલા પગલાની સીધી અસર એફપીઆઈ ઉપર નોંધાઈ છે. એફપીઆઈ દ્વારા ભારત ઉપરાંત ચીન જેવા અન્ય દેશો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. ચીનમાં વેલ્યુએશન સરખામણીની દ્રષ્ટિએ વધારે આકર્ષક હોવાના આંકડા પહેલાથી જ જારી કરવામાં આવી ચુક્યા છે. ઇક્વિટી માર્કેટમાં માર્ચ મહિનામાં એફપીઆઈ દ્વારા ૩૦૯૦૬ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. વધતી જતી ક્રૂડની કિંમતો અને વધતા જતાં ફિસ્કલ ડેફિસિટના આંકડાના પરિણામ સ્વરુપે મૂડીરોકાણકારો સાવધાનીપૂર્વકનું વલણ અપનાવી રહ્યા છે. રૂપિયાની હિલચાલ ઉપર પણ કારોબારીઓની નજર કેન્દ્રિત રહી છે. વર્ષ ૨૦૧૭માં શેરબજારમાં સ્થિતિ ખુબ સારી જોવા મળી ચુકી છે. નિફ્ટી અને સેંસેક્સ બંનેમાં સારા રિટર્નની સ્થિતિ રહી છે.

Related posts

૨૦૨૦ સુધી ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વૃદ્ધિ આવશે : એસોચેમ

aapnugujarat

જાહેર ક્ષેત્રની ૯ કંપનીઓની સંપત્તિ વેચવા માટેની તૈયારી

aapnugujarat

સેંસેક્સ ૧૦૩ પોઇન્ટ ઉછળીને બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1