Aapnu Gujarat
Uncategorized

મગફળીના ૯૦૦ના ભાવના સરકારના વાયદા હવે માત્ર કાગળ પર રહી ગયા : દ્વારકા જિલ્લાના ખેડુતોનો આક્રોશ અને નારેબાજી

ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ. નવી સરકારના જલસાની તૈયારીઓ ચાલી રહી છે, પણ અસલ સરકાર લાચાર બની છે. આ અસલ સરકાર એટલે જઠરાગ્નિ ઠારતો જગતનો તાત, પરસેવે સિંચેલી મગફળીના ૯૦૦ના ભાવના સરકારના વાયદા હવે માત્ર કાગળ પર રહી ગયા છે.ચૂંટણી અને દિવાળી પહેલા ખેડુતોના લાભની વાત થઈ, ખેડુતોને ટેકાના ભાવ મળશે, પરંતુ માત્ર બે મહિના બાદનું ચિત્ર એવું તો કેવું બદલાયું કે ખેડૂતોએ ટેકાના ભાવ માટે કગરવુ પડે.દ્વારકા જિલ્લાના ખેડુતોનો આક્રોશ અને નારેબાજી કહે છે કે આચાર સંહિતા પૂર્ણ થઈ અને લાચાર સંહિતાની શરૂઆત, જેનો પહેલો ભોગ બન્યો ખેડુતવર્ગ. આ આક્રોશ અને નારેબાજી સાબિત કરે છે. ખરા અર્થમાં વાયદાઓ તો વેંચાય છે, પણ મળવા જોઈએ તેવા ભાવમાં ખેડુતો પકવેલું ધાન નહીં, ચૂંટણી પૂર્ણ થઈ. રાજકારણનો પારો ઉપર છે અને મગફળીના ભાવ તળીયે, ૯૦૦ રૂપિયાના સીધા અડધા, એટલે કે માત્ર ચારસોથી પાંચસો રૂપિયા, અને સાથે જ અડધો થઈ ગયો પરસેવે ધાન પકવનાર જગતનો તાત.ખેડુતોના આક્રોશ અને લાચારી સામે સરકાર મગફળી ખરીદીની આંકડાબાજી કરશે. સેંકડો હજારો ટન મગફળી ખરીદીના દાવા થશે. આ સેંકડો હજારો ટનમાં પણ અધધ મિંડાઓની ભરમાર હોય છે, પરંતુ આ મિંડાઓની કિંમત શું થાય એ ટુજી સ્કેમના ચૂકાદામાં દેશની જનતાએ જોઈ લીધું છે. એટલે જગતના તાતને પણ હવે મિંડાઓની ભરમાર સામે લાચારીથી તાકી રહેવું પડશે, કેમકે મતની ગરજ હવે પાંચ વરસ માટે પૂરી થઈ ચૂકી છે.

Related posts

ગીર-સોમનાથ જિલ્લામાં નવા મતદાર-કમી-સુધારણા ઝુંબેશમાં અંતિમ ચરણ સુધીમાં ૩૪૭૧૪ ફોર્મ ભરાયા

aapnugujarat

અમરેલીમાં પોલીસે અટકાવ્યા સમૂહ લગ્ન

editor

રાજકોટ જિલ્લા બેંક ચૂંટણી : ભાજપમાં બળવો

editor

Leave a Comment

UA-96247877-1