Aapnu Gujarat
ગુજરાત

નર્મદાના ભચરવાડા ગામમાં મહિલા તલાટીને ગ્રામજનોએ બંધક બનાવ્યા

નર્મદાના ભચરવાડા ગ્રામ પંચાયત કચેરીમાં નવી વસાહતના નાગરિકોએ મહિલા તલાટીને બંધક બનાવી દીધા હતા. જેને લઇને પોલીસની મદદ લેવી પડી હતી. અત્યાર સુધી ભચરવાડા ગ્રામ પંચાયતમાં સામેલ નવી વસાહતના લોકોનો હવે કુંવરપરા ગામમાં સામેલ કરતા તેનો વિરોધ થયો.તેના ૫ગલે નવી વસાહતના લોકોએ ભચરવાડા ગ્રામ પંચાયત પહોંચીને હોબાળો મચાવ્યો હતો. લોકોએ મહિલા તલાટીને બંધક બનાવતા એલસીબી, એસઓજી અને રાજપીપળા પોલીસ ભચરવાડા ગામ પહોંચી હતી. તથા મામલો થાળે પાડીને મહિલા તલાટીને પોલીસ વાનમાં બેસાડી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. આ મહત્વના પ્રશ્નનો સત્વરે નિવેડો આવે તેવી માગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.

Related posts

मोदी की गुजरात दौरे को लेकर तैयारियां

aapnugujarat

Lt Governor of Pondicherry Ms. Kiran Bedi pays courtesy visit to CM

aapnugujarat

ભાવનગર રેલ્વેના અધિકારિયો અને કર્મચારીઓએ “સ્વચ્છતા પ્રતિજ્ઞા” લીધી

editor

Leave a Comment

UA-96247877-1