Aapnu Gujarat
મનોરંજન

નરગીસ સંજય દત્ત સાથે નવી ફિલ્મમાં ચમકશે

ઉદય ચોપડાની સાથે બ્રેક અપ થયા બાદ લોસ એન્જલસ જઇને હાલમાં રહેતી સેક્સી સ્ટાર નરગીસ ફખ્રી હવે ફરી એકવાર હિન્દી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તે બોલિવુડમાં એક નવી ઇનિગ્સ શરૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તે સંજય દત્તની સાથે નજરે પડનાર છે. ફિલ્મમાં નરગીસ એક એનજીઓ વર્કર આયશાની ભૂમિકા અદા કરનાર છે. અફઘાનિસ્તાનમાં રેફ્યુજી કેમ્પમાં રહેતા બાળકોની કાળજી લેતી તે ફિલ્મમાં નજરે પડશે. ફિલ્મને ગિરિશ મલિક નિર્દેશિન કરનાર છે. જે પહેલા ગિરિશે વર્ષ ૨૦૧૪માં જળ ફિલ્મ બનાવી હતી. તેમની આ ફિલ્મે સ્પેશિયલ ઇફેક્ટ્‌સ માટે નેશનલ એવોર્ડ જીત્યો હતો. એમ કહેવામાં આવી રહ્યુ છે કે તોરબાજ પર ગિરિશ છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહ્યા છે. ફિલ્મના સહ નિર્માતા રાહુલ મિત્રાએ કહ્યુ છે કે નરગીસ ફિલ્મમાં ફિમેલ લીડ રોલ કરી રહી છે. આના માટે તે લોસ એન્જલસમાં પશ્તો અને ડારી લૈગ્વેઝ શીખી રહી છે. ફિલ્મમાં તે બન્ને ભાષામાં વાત કરતી નજરે પડનાર છે. ફિલ્મને લઇને નરગીસ સાથે થયેલી વાતચીતમાં મિત્રાએ કહ્યુ હતુ કે અમે બે સપ્તાહ પહેલા ગિરિશના આવાસ પર પહોંચ્યા હતા. ત્યારે તે અમેરિકામાંથી આવી હતી. જાણકાર લોકોનુ કહેવુ છે કે નરગીસ ડાયલોગ ડિલિવરીથી તમામ લોકોને નારાજ કરી દેશે. સંજય દત્ત આજે કીર્ગિસ્તાન જવા માટે રવાના થઇ ગયો છે. બિશ્કેકમાં ફિલ્મ માટે શુટિંગ કરવામાં આવનાર છે. ત્યારબાદ મધ્ય એશિયાના રસ્તે સિલ્ક રૂટ પર પ્રવાસ કરીશુ. ફિલ્મના શુટિંગને મોટા ભાગે ખુબ ઠંડા વિસ્તારમાં કરવામાં આવનાર છે. નરગીસ અને ઉદય વચ્ચેના સંબંધ તુટી ગયા છે. હાલમાં તેમની વચ્ચે પેચ અપના હેવાલ આવ્યા હતા.

Related posts

जुडवा-२ के नये गीत की धूम : १ करोड़ से ज्यादा व्यू मिल चुके

aapnugujarat

તાપ્સી મનમર્જિયા ફિલ્મને લઇ આશાવાદી

aapnugujarat

અક્ષયનો “ગોરખા” નો ફર્સ્ટ લૂક ચર્ચામાં…

editor

Leave a Comment

UA-96247877-1