Aapnu Gujarat
મનોરંજન

હેટ સ્ટોરી-૪ માર્ચમાં રિલીઝ થશે

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી સેક્સી ઉર્વશી રોટેલા પોતાની નવી ફિલ્મ હેટ સ્ટોરી-૪ના શુટિંગ દરમિયાન ઘાયલ થઇ હતી. જો કે ફિલ્મને નિર્ધારિત સમય મુજબ જ રજૂ કરવામાં આવનાર છે. હેટ સ્ટોરી સિરિઝની ચોથી ફિલ્મ હાલમાં બની રહી છે. આ ફિલ્મનુ શુટિંગ લંડનમાં કરવામાં આવી રહ્યુ છે. આ ફિલ્મમાં તેની ભૂમિકા કોઇ અભિનેતાની ઓછી નથી.હાલમાં ફિલ્મના એક ગીતના શુટિંગ દરમિયાન તે ઘાયલ થઇ ગઇ હતી. તેના પગમાં ઇજા થઇ હતી. તબીબોની સાથે સાથે ફિલ્મના નિર્દેશક અને ક્રુ મેમ્બરો પણ ઉર્વશીને હાલમાં આરામ કરવાની સલાહ આપી ચુક્યા છે. જો કે ઉર્વશીએ આરામ કરવાના બદલે શુટિંગને આગળ વધારી દેવાનો નિર્ણય કર્યો છે. તે ઇજા થઇ હોવા છતાં શુટિંગને આગળ વધારી રહી છે. ઉર્વશીના જુસ્સાને જોઇને અન્ય કલાકારો પણ ખુશ છે. તમામ ઉર્વશીથી પ્રભાવિત પણ થયા છે. ફિલ્મના નિર્દેશકો અને ફિલ્મના તમામ ક્રુ મેમ્બરો તેની સતત પ્રશંસા કરી રહ્યા છે. ઉર્વશીએ કહ્યુ છે કે તેને ડાન્સિંગથી ખુબ ક્રેઝ છે. ઇજા થઇ હોવા છતાં પણ ડાન્સ કરવાથી તેને કોઇ રોકી શકે તેમ નથી. એક્ટિંગ અને ડાન્સિંગ તેના પેશન તરીકે છે.તેનુ કહેવુ છે કે તેના ડાન્સ અને એક્ટિંગ આડે કોઇ આવે તે તેને પસંદ નથી. વિશાલ પંડ્યાના નિર્દેશન હેઠળ બની રહેલી આ ફિલ્મ હેટ સ્ટોરી-૪ બીજી માર્ચના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં ઉર્વશીની સાથે ઇહાના ઢિલ્લન અને કરણ વામી પણ કામ કરી રહ્યા છે. ફિલ્મનુ શુટિંગ લંડનમાં હાલમાં ચાલી રહ્યુ છે. પંજાબી ફિલ્મની લોકપ્રિય અભિનેત્રી ઇહાના ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. ઉર્વશી પર તમામની નજર રહેનાર છે.

Related posts

મુસલમાનોને સાથે લઈને ચાલો. માત્ર હિન્દુઓની જય-જય નહિ ચાલે : રાખી સાવંત

aapnugujarat

‘ગુલાબ જામુન’થી અભિષેક-એશ ફરી એક સાથે ચમકશે

aapnugujarat

રિતિક અને સુઝેન વચ્ચે હજુ ખુબ સારા સંબંધો રહેલા છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1