Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

નવેમ્બરમાં મોંઘવારી ૧૫ મહિનાની ઉંચી સપાટી પર

અર્થવ્યવસ્થાની સ્થિતી હજુ સારી દેખાઇ રહી નથી. ઇન્ડસ્ટ્રીઝની ગતિ ધીમી દેખાઇ રહી છે. રિટેલ મોંઘવારીનો દર નવેમ્બર મહિનામાં ૧૫ મહિનાની ઉંચી સપાટી પર પહોંચી ગયો છે. રિટેલ મોંઘવારીનો દર વધીને હવે ૪.૮૮ ટકાના દરે પહોંચી ગયો છે. જ્યારે નિષ્ણાંતો દ્વારા રીટેલ ફુગાવાનો દર ૪.૨દ ટકા રહેવાની વાત કરી હતી. રીટેલ મોંઘવારીનો દર ઓક્ટોબર મહિનામાં ૩.૫૮ ટકા રહ્યો હતો. ખાસ કરીને પુડ અને ફ્યુઅલ પ્રોડક્ટસની કિંમતમાં વધારો થયો છે. એક બીજી બાબત એ છે કે દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. મેન્યુફેકચરિંગ સેક્ટરના ખરાબ પ્રદર્શનના કારણે આઇઆઇપી ગ્રોથ ઓક્ટોબરમાં ઘટીને ૨.૨ ટકા થઇ ગયો છે જે સપ્ટેમ્બર મહિનામાં ૩.૮ ટકા રહ્યો હતો.નવેમ્બરમાં મોંઘવારી આરબીઆઇના મિડ ટર્મ ટાર્ગેટ ચાર ટકાથી વધારે થઇ ગઇ છે. આ મોંઘવારીના કારણે ફુડ પ્રાઇસની કિંમતો વધી છે. સીએફપીઆઇ અથવા તો ખાદ્ય મોંઘવારીનો દર ૪.૪૨ ટકા રહ્યો છે. જ્યારે ઓક્ટોબર મહિનામાં આ ાંકડો ૧.૯૦ ટકા હતો. શાકભાજીની કિંમતમાં વધારો થવાની અસર અપેક્ષા કરતા વધારે રહી છે.

Related posts

દાઉદે જબીર મોતીની ધરપકડ કરાવી છે : હેવાલ

aapnugujarat

આયુષ્યમાન ભારત યોજના લોંચ

aapnugujarat

૨૪ કલાકમાં અમે અયોધ્યા વિવાદ ઉકેલી દઇશું : યોગી આદિત્યનાથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1