Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

એસબીઆઇમાં નોકરી માટે પણ આધાર ફરજિયાત

ભારતીય સ્ટેટ બેંકમાં તમારું ખાતુ છે, તો તેને આધારથી લિંક કરવું અનિવાર્ય છે. આ કામ માટે તમારે તમારા એસબીઆઇ નેટબેંકિંગનો સહારો લઇ શકો છો કે પછી બ્રાન્ચમાં જઇને આ કામ કરી શકો છો. જોકે અન્ય બેંકોની જેમ એસબીઆઇએ આધાર કાર્ડના ઉપયોગથી બેંક ખાતા સુધીજ સીમિત રાખ્યા નથી. તેમને આ એસબીઆઇમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવનાર લોકો માટે પણ આ અનિવાર્ય કરી દીધુ છે.ભારતીય સ્ટેટ બેંકના સર્કુલર મુજબ જે પણ વ્યક્તિ એસબીઆઇની સાથે નોકરી કરવા માટે એપ્લાય કરે છે. તેને આધાર કાર્ડની માહિતી આપવી જરૂરી છે. જેના પાસે આધાર કાર્ડ નથી, તે લોકો એનરોલમેન્ટ સ્લિપ નંબર આપી શકે છે. જોકે તેના વગર એસબીઆઇમાં એપ્લાય કરવું તમારા માટે મુશ્કેલ થઇ જશે.સર્કુલર મુજબ આ નવો નિયમ ૧ જુલાઇ,૨૦૧૭થી લાગુ થઇ ગયું છે. એસબીઆઇએ કહ્યુ છે કે આધાર કાર્ડની માહિતીના આધારે ઉમેદવારની જાણકારી બાયોમેટ્રીક ઇન્ફોર્મેશનથી ચકાસવામાં આવશે. જેમા અનેક પ્રકારની ખામી નીકળવા પર તમારી અરજી રદ્દ થઇ શકે છે. તેમજ આ જોગવાઇ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પર લાગૂ થશે. જોકે જમ્મુ કાશ્મીર,મેઘાલય અને અસમના લોકો વોટર આઇડી, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા બીજા દસ્તાવેજ તેની જગ્યાએ ઉપયોગ કરી શકશો.

Related posts

સેંસેક્સ ૧૫૮ પોઇન્ટ ગગડીને બંધ

aapnugujarat

Sudhanshu Trivedi and Satish Dubey to be BJP candidate for Rajya Sabha

aapnugujarat

પાકિસ્તાન પોતાને નથી સંભાળી શકતું તો કાશ્મીર શું સંભાળશે : રાજનાથસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1