Aapnu Gujarat
રાષ્ટ્રીય

મૈસૂરનાં રાજ પરિવારને ૪૦૦ વર્ષ બાદ શ્રાપથી મળી મુક્તિ

મૈસૂરની રોયલ ફેમિલિને ૪૦૦ વર્ષ બાદ શ્રાપથી મુક્તિ મળી છે. પ્રથમ વખત વાડિયારનાં રોયલ પરિવારનાં ત્યાં રાજવંશનાં ઉત્તરાધિકારીનો પ્રાકૃતિક રીતે જન્મ થયો છે. બતાવવામાં આવી રહ્યુ છે કે, મૈસૂરનાં ૨૭માં રાજા યદુવીર વાડિયારની પત્ની તૃષિકાસિંહે હાલમાં જ એક બાળકને જન્મ આપ્યો છે. ડોક્ટરો અનુસાર, બાળકનું સ્વાસ્થ્ય સારૂ છે.
૪૦૦ વર્ષ બાદ આવેલ આ ખુશખબરથી રાજ પરિવારમાં ઉત્સવનો માહોલ છે. તમને જણાવી દઇએ કે, મૈસૂરનાં રાજા યદુવીરનાં લગ્ન ડુંગરપુરની રાજકુમારી તૃષિકા સાથે થયા હતાં.૪૦૦ વર્ષથી રાજવંશમાં આવનાર રાજા દત્તક પુત્ર જ બનતા આવી રહ્યા છે. અત્યાર સુધીમાં રાજા-રાણી પોતાનો વારસદાર તરીકે દત્તક પુત્રને જ લેતા આવ્યા છે. બતાવવમાં આવી રહ્યું છે કે, અત્યાર સુધીમાં આ રાજ પરિવારની એક પણ રાણીએ પુત્રને જન્મ નથી આપ્યો.મૈસૂરનો રાજ પરિવાર એક માત્ર એવો પરિવાર છે જે ભારતમાં સૌથી લાંબા સમય સુધી રાજાશાહીની પરંપરાને નિભાવી છે.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે, ગત ૫ દાયકાઓથી એટલે કે વર્ષ ૧૬૧૨થી આ રાજવંશની કોઇ પણ મહારાણીએ પુત્રને જન્મ નથી આપ્યો. અહિંયા સુધી કે પોતે યદુવીર વાડિયાર પણ દત્તક લીધેલા છે.
મહારાણી પ્રમોદા દેવીએ પોતાના પતિ શ્રીકાંતદત્ત નરસિમ્હરાજ વાડિયારની બહેનનનાં પુત્રને દત્તક લઇને તેમને રાજા જાહેર કર્યા હતાં.માનવામાં આવે છે કે, ૪૦૦ વર્ષથી આ રાજ પરિવારનો એક શ્રાપ પીછો કરે છે. આ શ્રાપ વર્ષ ૧૬૧૨માં વિજયનગરની તત્કાલીન મહારાણી અલમેલમ્માએ આપ્યો હતો. ઇતિહાસકારો અનુસાર, દક્ષિણનાં સૌથી શક્તિશાળી વિજયનગર સામ્રાજ્યનાં પતન બાદસ વાડિયારનનાં રાજાનાં આદેશ પર વિજયનગરની ધન સંપત્તિ લૂટી હતી તે સમયે મહારાણી અલમેલમ્માની પાસે ખુબ જ સોનું, ચાંદી અને હીરા-ઝવારાત હતાં.જેને લેવા માટે વાડિયારનાં મહારાણી પાસે પોતાનો દૂત મોકલ્યો હતો પરંતુ તેમણે સંપત્તિ આપવાથી ઈન્કાર કરી દીધો હતો. જોકે બાદમાં શાહિ આર્મીએ બળજબરીથી તેમની સંપત્તિ છીનવી લીધી હતી. જેથી નારાજ થઇને મહારાણી અલમેલમ્માએ શ્રાપ આપ્યો હતો કે, રાજા-રાણીને પુત્રનો પ્રેમ ક્યારેય પ્રાપ્ત નહીં થાય. શ્રાપ આપ્યો બાદ અલમેલમ્માએ કાવેરી નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી.ત્યારથી લઇને ૪૦૦ વર્ષ સુધી વાડિયાર રાજવંશમાં કોઇપણ રાજાને સંતાન તરીકે પુત્ર ન થયો. રાજ પરંપરા આગળ ધપાવવા પુત્રને દત્તક લેતા આવ્યા છે. કહેવામાં તો એેમ પણ આવે છે કે, આ શ્રાપને હટાવવા માટે વાડિયાર રાજવંશ લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતાં. અહીંયા સુધી કે રાજા વાડિયારે અલમેલમ્માની મૈસૂરમાં મૂર્તિ પણ લગાવી હતી.

Related posts

पाक ने पुंछ में किया संघर्षविराम का उल्लंघन

editor

विभिन्न मुद्दो से ध्यान भटका रही हैं सरकारः राहुल गांधी

aapnugujarat

संसदीय समिति की रिपोर्ट में खुलासा : नहीं हैं सरकार के पास ब्लैक मनी के आंकड़े

aapnugujarat

Leave a Comment

UA-96247877-1