Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૧૫૮ પોઇન્ટ ગગડીને બંધ

શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. આઈટી, મેટલ અને ફાઈનાન્સિયલ શેરોમાં તીવ્ર ઘટાડાના નેતૃત્વમાં ફ્રન્ટલાઈન ઇન્ડેક્સમાં મંદી રહી હતી. બીએસઈ સેંસેક્સ આજે કારોબારના અંતે ૧૫૮ પોઇન્ટ ઘટીને ૩૫૧૫૮ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૪૮ પોઇન્ટ ઘટીને ૧૦૭૪૬ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો તેના શેરમાં ૧.૧૨ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં ૦.૫૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. એચડીએફસી બેંક અને બજાજ ફાઈનાન્સના શેરમાં ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૭૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી નીચે પહોંચી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૨૩ પોઇન્ટ ઘટીને ૧૩૩૬૩ની નીચી સપાટીએ રહ્યો હતો. યશ બેંકના શેરમાં ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ૩૦ ટકાનો ઘટાડો રહ્યો હતો.
ઇન્ટ્રાડે વેળા ઝી એન્ટરટેઇનમેન્ટના શેરમાં આઠ ટકાનો ઘટાડો રહ્યો હતો. મોડી રાત્રે કારોબાર દરમિયાન અમેરિકી શેરબજારમાં તેજી રહી હતી. ડાઉ જોન્સમાં ૦.૩૬ ટકાનો ઉછાળો રહ્યો હતો. જ્યારે એસએન્ડપીમાં ૦.૩૦ ટકાનો ઉછાળો રહ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં વિદેશી મૂડીરોકાણકારોએ ઊંચા આર્થિક વિકાસ દરની અપેક્ષા વચ્ચે છેલ્લા છ કારોબારી સેશનમાં ભારતીય ઈક્વિટી માર્કેટમાં ૫૩૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જાન્યુઆરી મહિનામાં ૫૨૬૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા બાદ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન શેરબજારમાં ૫૮૮૪ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. નવેસરના આંકડા મુજબ એફપીઆઈએ ૧-૮ ફેબ્રઆરી દરમિયાન ઈક્વિટીમાં ૫૨૭૩ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. જ્યારે તેઓએ ડેપ્થ માર્કેટમાંથી ૨૭૯૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇક્વિટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠલવાયા છે. ૧૬મી લોકસભાની પ્રોડક્ટીવીટી છઠ્ઠી ફેબ્રુઆરી સુધી ૮૩ ટકા રહી હતી જ્યારે યુપીએ-૨ના ગાળા દરમિયાન ૬૩ ટકા રહી હતી. આવી જ રીતે યુપીએ-૧ના ગાળા દરમિયાન ૮૭ ટકા રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથી જૂન ૨૦૧૪ના દિવસે સત્તા સંભાળી લીધા બાદથી ૧૬ લોકસભા આગળ વધી હતી.
મોદીએ ભારતના ૧૪માં વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળી હતી. બુધવારના દિવસે તેમની અવધિ પરિપૂર્ણ થઇ હતી. હવે એપ્રિલ-મે ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી યોજાનાર છે જેના માટે દેશમાં તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. ગઇકાલે બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૨૦ પોઇન્ટ ઘટીને ૩૬૩૩૪ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારો બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૩૮ પોઇન્ટ ઘટીને ૧૦૭૯૪ની નીચી સપાટીએ રહ્યો હતો.

Related posts

ખેડૂતોની લોન માફી પ્રશ્ને કોંગ્રેસ પર માયાના પ્રહાર

aapnugujarat

મોદી સરકારને રાહત : ધારણા પ્રમાણે બીબીબી રેટિંગ અકબંધ

aapnugujarat

ચૂંટણી પહેલા જ પુલવામા હુમલો કેમ થયો? : મમતા બેનરજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1