Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ખેડૂતોની લોન માફી પ્રશ્ને કોંગ્રેસ પર માયાના પ્રહાર

બહુજન સમાજવાદી પાર્ટીના વડા અને પૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ આજે તેમના ૬૩માં જન્મદિવસે પત્રકાર પરિષદનુ આયોજન કર્યુ હતુ. જેમાં માયાવતીએ કોંગ્રેસ પર ખેડુત લોન માફીને લઇને જોરદાર પ્રહારો કર્યા હતા. તેમના આક્રમક વલણને જોઇને તમામ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. અહીં માયાવતીએ તમામ મતભેદોને ભુલીને સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોને આગળ વધવા અપીલ કરી હતી. માયાવતીએ કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કરીને તમામને ચોંકાવી દીધા હતા. હાલમાં મહાગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. મહાગઠબંધની રચના કરવામાં આવ્યા બાદ તેમની પ્રથમ પત્રકાર પરિષદ હતી. માયાવતીએ કહ્યુ હતુ કે ઉત્તરપ્રદેશની કેન્દ્રમાં સૌથી મોટી ભૂમિકા રહે છે. માયાવતીએ કહ્યુ હતુ કે હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે જ નહીં બલ્કે કોંગ્રેસ માટે પણ બોધપાઠ લેવા સમાન છે. તેમણે કહ્યુ હતુ કે લોકલાલચી જાહેરાતો કરીને કોઇ પાર્ટીનુ કામ થનાર નથી. તેમણે કહ્યુ હતુ કે ત્રણ રાજ્યોમાં ખેડુત લોન માફીના નામ પર બનેલી કોંગ્રેસની સરકારો પર પ્રશ્ન ઉઠવા લાગી ગયા છે. કોંગ્રેસ પાર્ટીએ ખેડુતોની લોન માફીની અવધિ ૩૧મી માર્ચ કરી લીધી છે. જ્યારે ચૂંટણી તો ડિસેમ્બર ૨૦૧૮માં પૂર્ણ થઇ ચુકી છે. બે લાખ ખેડુતોની લોન માફીના મામલે માયાવતીએ કહ્યુ હતુ કે કોંગ્રેસ દેશના ખેડુતોની સાથે વિશ્વાસઘાત કરી રહી છે. સરકાર બની ગયા બાદ માત્ર બે લાખ ખેડુતોની લોન માફી કરવામાં આવી છે. માયાવતીએ એમ પણ કહ્યુ હતુ કે ખેડુતોની લોન માફી માટે તેમજ ખેડુતોની સમસ્યાને ઉકેલી દેવા માટે સ્વામીનાથન રિપોર્ટને અમલી કરવામાં આવે તે જરૂરી છે. એકબીજાની સાથે કામ કરવા અને ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોમાં ગઠબંધનને વોટ આપીને જીત અપાવવા જન્મદિવસે માયાવતીએ તમામને અપીલ કરી હતી. લોકો સાથે છેતરપિંડી કરે તેવા કોંગ્રેસ પાર્ટીના વચનોને લઇને માયાવતીએ પ્રહાર કર્યા હતા. ખેડૂતોની લોન માફીને લઇને પણ આક્ષેપો કર્યા હતા. ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરવાનો કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યો હતો. માયાવતીએ કહ્યું હતું કે, ખેડૂતો બેંકો કરતા ગ્રામિણ વિસ્તારમાં રહેતા અમીર લોકો પાસેથી નાણા મેળવે છે જેથી સરકારે બેંકોની સાથે આ પ્રકારની લોન માફ કરવા માટે વિચારણા કરવી જોઇએ. આવી સ્થિતિમાં ખેડૂતોને ફાયદો થશે. જો આવું નહી કરવામાં આવે તો ખેડૂતોની લોન ક્યારે પણ માફ થશે નહીં. ખેડૂતો હંમેશા પછાત રહી જશે. દેશમાં ૭૦ ટકા લોકો ખેડૂત છે.

Related posts

कीमतों में बड़ी गिरावट से प्याज के किसानों में गुस्सा

aapnugujarat

કર્ણાટકમાં જેડીએસ-બસપ લેફ્ટને સાથે લેવા માટે તૈયાર

aapnugujarat

भारतीय वायु सेना में 4 नवम्बर को जुड़ेंगे 3 नए रफाल लड़ाकू विमान

editor

Leave a Comment

UA-96247877-1