Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટક સંકટ : કોંગી અને ભાજપ ધારાસભ્યો સક્રિય

કર્ણાટકમાં જોરદાર રાજકીય ગતિવિધિ ફરી એકવાર શરૂ થઇ ગઈ છે. ભાજપે છેલ્લા બે દિવસમાં તેના ૧૦૪ ધારાસભ્યોને રાષ્ટ્રીય પાટનગર પ્રદેશમાં શિફ્ટ કરી દીધા છે. બીજી બાજુ મુખ્યમંત્રી કુમારસ્વામીએ આક્ષેપ કર્યો છે કે, ઓપરેશન લોટસના ભાગરુપે વિપક્ષી પાર્ટી દ્વારા તેમની સરકારને બરતરફ કરવા માટે ઓપરેશન લોટસ હાથ ધરવામાં આવ્યું છે. તેમની સરકારને પાડી દેવા માટે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસ થઇ રહ્યા છે. બીજી બાજુ ભાજપના ધારાસભ્યો પક્ષ પ્રમુખ અમિત શાહને મળવાની યોજના ધરાવે છે. ભાજપના ધારાસભ્યો હવે એનસીઆરમાં થોડાક દિવસ રોકાશે. અમિત શાહ તેમનું માર્ગદર્શન કરે તેવી શક્યતા છે. યેદીયુરપ્પાના આંતરિક વર્તુળોમાં રહેલા સુત્રોએ કહ્યું છે કે, પાર્ટી પહેલાથી જ કોંગ્રેસના ૧૨ ધારાસભ્યોના સંપર્કમાં છે અને તે ચારથી પાંચ અન્ય ધારાસભ્યોના ટેકાની રાહ જોઈ રહી છે. આ વખતે ચોક્કસપણે સારા પરિણામ મળશે. આવી સ્થિતિમાં ભાજપ ચોક્કસપણે કર્ણાટકમાં નવી સરકાર બનાવી લેવામાં અથવા તો લોકસભાની સાથે સાથે રાજ્યવિધાનસભાની ચૂંટણી મધ્યસત્રમાં યોજવા માટે ફરજ પાડશે. કુમારસ્વામીએ કહ્યું છે કે, પાર્ટી મજબૂતી સાથે આગળ વધી રહી છે. કર્ણાટક સંકટ વચ્ચે એકબાજુ મુખ્યમંત્રી કુમારસ્વામીએ ભાજપના ધારાસભ્યોની ખરીદી વેચાણની પ્રક્રિયાને લઇને આક્ષેપોને રદિયો આપ્યો છે. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવકુમારે કહ્યું છે કે, સરકાર સામે કોઇ ખતરો નથી. કોંગ્રેસી નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી ઝમીર અહેમદે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે, તેમની પાર્ટીના કોઇ ધારાસભ્ય અન્ય પાર્ટીમાં જશે નહીં. પાર્ટીના ચારથી પાંચ ધારાસભ્ય મુંબઈમાં છે. તેમને ખરીદવાના પ્રયાસ થશે તો અમે શાંત રહીશું નથી. ભાજપને ચારથી પાંચ ધારાસભ્યોનું સમર્થન મળી શકે છે.

Related posts

प्रधानमंत्री मोदी ने डिफेंस एक्‍सपो के जरिए विपक्ष पर साधा निशाना

aapnugujarat

કાર્યકર્તાનું અપમાન ચલાવી લેવામાં નહીં આવે : સી.આર.પાટીલ

editor

લોકો સાવચેતી રાખે, આપણે ત્રીજી લહેરના દરવાજે ઉભા છીએ : મોદી

editor

Leave a Comment

UA-96247877-1