Aapnu Gujarat
રાષ્ટ્રીય

કર્ણાટકમાં જેડીએસ-બસપ લેફ્ટને સાથે લેવા માટે તૈયાર

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે હાલમાં જ ગઠબંધન કરનાર જેડીએસ અને બીએસપીએ હવે સીપીએમ અને સીપીઆઈને પણ પોતાની સાથે લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. બિન ભાજપ, બિન કોંગ્રેસ ગઠબંધન બનાવવાના તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ ઉત્તર પ્રદેશના ગોરખપુર અને ફુલપુરમાં આગામી લોકસભા પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ-સપા ગઠબંધનનો સામનો કરવા માટે આરએલડીના નેતા અજિત સિંહને ગઠબંધન કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે. આ પગલા એવા સમયે લેવામાં આવી રહ્યા છે જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં તેના કેટલાક સાથી પક્ષો નાખુશ દેખાઈ રહ્યા છે. ભાજપ પોતાની સામે ઉભા થઇ રહેલા મોટા ગઠબંધનના પ્રયાસને નિષ્ફળ બનાવવાની દિશામાં પહેલ કરી છે. ગઠબંધન કર્ણાટકમાં કોંગ્રેસની સરકારની સામે સત્તાવિરોધી લહેરનો લાભ લેવા માટે બનાવવામાં આવી રહ્યા છે. માયાવતી શનિવારના દિવસે બેંગ્લોરમાં જેડીએસના નેતા અને પૂર્વ વડાપ્રધાન દેવગૌડા અને કુમાર સ્વામીની સાથે રેલી કરનાર છે.

Related posts

પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઓછો થવો જોઈએ : આરબીઆઇ ગવર્નર

editor

कुपवाड़ा में 3 आतंकी ढेर

editor

DGCA’s recommendations on refund of airfare through credit shells approved by SC

editor

Leave a Comment

UA-96247877-1