Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઝારખંડમાં દિવસે હેડલાઇટ ચાલૂ રાખવાનો હુકમ, પાછળ બેસનાર માટે હેલ્મેટ અનિવાર્ય

ઝારખંડનાં મુખ્મમંત્રી રઘુવર દાસે રાજ્યમાં ચાલનારા વાહનોની હેડલાઇટો જાન્યુઆરીથી ચાલૂ રાખવાનાં આદેશ આપ્યા છે, જેથી માર્ગ અકસ્માતને અટકાવી શકાય. એક નિવેદનમાં કહેવાયુ છે કે,’માર્ગ સુરક્ષા પરિષદની બેઠકમાં મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે, દિવસનાં સમયે પણ વાહનોની હેડલાઇટ ચાલૂ હોવી જોઇએ. અને તેના ગામડાથી લઇને શહેર તથા હાઇવે પર લાગૂ કરવામાં આવશે’.
રઘુવર દાસે અધિકારીઓને એક વર્ષમાં માર્ગ અકસ્માતને અટકાવવા માટે કહ્યું છે.રોડ અકસ્માતને અટકાવવા માટે ઘણા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમા દિવસનાં સમયે પણ ગાડીની હેડલાઇટ ઓન રાખવાનું શામેલ છે.  તેમણે આદેશ આપ્યા છે કે, તે તમામ રાજમાર્ગો પર ટ્રોમા સેન્ટર બનાવવામા આવે, જ્યાં એક્સિડન્ટની સંભાવનાઓ વધારે છે. માર્ગ સુરક્ષાનું નિરિક્ષણ કરતા સમયે રઘુવર દાસે કહ્યું કે, રોડ એક્સિડન્ટનાં મુખ્ય ત્રણ કારણ છે. લોકોનું હેલ્મેટ ન પહેરવું, દારૂ પીવો અને સ્પિડમાં ગાડી ચલાવવી.દાસે અધિકારીઓ પાસે ખાતરી કરવા કહ્યું કે, રાજ્યમાં ટ્રાફિક નિયમોને સખત અનુસરવા જોઈએ અને પાછળની સીટ પર બેસનાર પણ હેલ્મેટ પહેરવું અનિવાર્ય હોવું જોઇએ. તેમણે અધિકારીઓને કહ્યું કે, પેટ્રોલિંગ દરમિયાન બ્રેથ વિશ્લેષકનો ઉપયોગ કરવામાં આવે. બસ અને ટ્રકોમાં ચાલકોમાં દારૂથી દૂર રહેવા જાગરૂક્તા ફેલાવવામાં આવે.

Related posts

मनी लॉन्ड्रिंग केस की जांच शुरू, अजित पवार की बढ़ सकती हैं मुश्किलें

editor

अब रेलवे कर्मचारियों को निजी चिकित्सालय में कैशलेश इलाज

aapnugujarat

પશ્ચિમ બંગાળઃ ફેક ફોટો, વીડિયોથી હિંસા ભડકાવવાનો આરોપ, બીજેપી નેતા અરેસ્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1