Aapnu Gujarat
Uncategorized

નોટબંધી છતાં પણ ભ્રષ્ટાચાર છે : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ

દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ દ્વારા રાજકોટ ખાતે વર્તમાન સરકાર અને તેની નીતિઓ ઉપર આકરા પ્રહારો કરતા કહેવામા આવ્યુ ંકે,નોટબંધી છતાં પણ દેશમાં હજુ ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે તેમણે નોટબંધી સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોને સંસદ ઉપર લોકો સમક્ષ સાર્વજનિક કરવાની માગણી કરી હતી સાથે જ દેશનો જીડીપી ૧૦.૬ ટકા મેળવવો જોઈએે એવી પણ ટકોર કરી હતી.પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ આજે રાજકોટની મુલાકાતે હતા જ્યાં તેમણે ગાંધીજી બાલ્યાવસ્થાથી તરૂણવાસ્થા સુધી જ્યાં રહ્યા હતા એવા કબા ગાંધીના ડેલાની મુલાકાત લીધી હતી.બાદમાં આયોજિત કરવામા આવેલી એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.તેમણે દેશમાં નોટબંધી કરવાની જરૂર જ ન હોવાનુ કહ્યુ હતુ.નોટબંધી અને જીએસટીના અમલના પગલે દેશ પાછળ ધકેલાઈ ગયો હોવાનું તેમણે કહ્યુ હતુ.તેમણે સરકારની નિતીઓ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યુ કે,ભારત જેવા દેશમાં લોકોએ નોટબંધી જેવી ભૂલને સહન કરવી ન જોઈએ.નોટબંધીના અમલ બાદ દેશમાં અનેક લોકોના કાળા નાણાં સફેદ થઈ ગયા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.નોટબંધીના લીધે દેશમાં બેરોજગારીમાં વધારો થવા પામ્યો હોવાનું કહેતા તેમણે કહ્યુ કે,આમ થવાથી ગરીબોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે.નોટબંધીને લગતા તમામ દસ્તાવેજો સરકારે સંસદ તેમજ લોકો સમક્ષ સાર્વજનિક કરવા જોઈએ એવી પણ તેમણે માંગણી કરી હતી.વડાપ્રધાન મોદી ઉપર તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું કે,વડાપ્રધાન પોતે ગુજરાતના છે અને તેમણે ગુજરાતના વેપારીઓ અને લોકોને છેતર્યા છે.નોટબંધી બાદ જીએસટીથી વેપારીઓને નુકસાન થયુ છે.મોદી સરકારની વિદેશનીતિ છે તેનાથી દેશની સુરક્ષા ખતરામા ંછે.સરકારના કેટલાક નિર્ણયો દેશના હિતમાં નથી.તેમણે કહ્યુ કે,અમારા સમયમાં જયારે ભ્રષ્ટાચાર ઉપર કોઈ ફરિયાદ આવતી તો અમે તેના ઉપર ત્વરીત પગલા લીધા હતા પરંતુ આ સરકાર આમ કરતી નથી.તેમણે એમ પણ કહ્યુ કે,નર્મદા મુદ્દે મોદી મને કદી મળવા આવ્યા નહોતા.
અર્થવ્યવસ્થાના મુદ્દે તેમણે કહ્યુ કે, જો મોદી સરકારે યુપીએના ૧૦ વર્ષના કામકાજની સરેરાશ આર્થિક ગ્રોથની બરોબરી કરવી હોય તો પોતાના કાર્યકાળના પાંચ વર્ષમાં તેણે ઓછામાંઓછો ૧૦.૬ ટકાનો ગ્રોથ મેળવવો જોઈએ.આમ થશે તો હુ ખુશ થઈશ એમ પણ તેમણે કહ્યુ હતુ.નોટબંધી બાદ ૯૯ ટકા જુનીનોટો પરત આવી ગઈ છે પરંતુ ભ્રષ્ટાચારમા કોઈ ઘટાડો થવા પામ્યો નથી.ગરીબો વધુ ગરીબ બન્યા છે.બેરોજગારી વધી છે.સરકારે આ મામલે તમામ દસ્તાવેજો સંસદ અને લોકો સમક્ષ સાર્વજનિક કરવા જોઈએ.જીએસટીને લઈ મોરબી,સુરત અને જેતપુર તથા વાપી વિસ્તારોના નાના ઉધ્યોગોને નુકસાન થવા પામ્યુ છે તેમણે ગુજરાત મોડલ ઉપર પણ સવાલો કર્યા હતા.

Related posts

એકલિંગી સેનાના અધ્યક્ષ દેવરાજ રાઠોડે જુનાગઢ રોપવે કંપનીને આપી ચિમકી

editor

શહેરા તાલુકા લાભી ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે માતૃ-પિતા પૂજન દિવસ ઉજવાયો

editor

સુરેન્દ્રનગરમાં મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા બાળ પોષણ દિવસની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1