Aapnu Gujarat
ગુજરાત

નીચ શબ્દને લઇને હોબાળો થયો : રાહુલ લાલઘૂમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીચ તરીકે ગણાવીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યર ખુબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અય્યરને વડાપ્રધાન માફી માંગવા આદેશ કર્ય છે. રાહુલે સાફ શબ્દોમાં કહ્યું છે કે, તેઓ આ પ્રકારની ભાષાનો સ્વિકાર કરતા નથી. બીજી બાજુ મણિશંકર અય્યરે શરતી માફી માંગી લીધી છે. તેમણે કહ્યું છે કે, વડાપ્રધાને તેમના શબ્દોનો ખોટો અર્થ કાઢ્યો છે. બીજી બાજુ અય્યરે આ સમગ્ર વિવાદ માટે પોતાની હિન્દી નબળી હોવાની વાત પણ કરી છે. રાહુલે ટિ્‌વટ કરીને કહ્યું છે કે, ભાજપ અને વડાપ્રધાન સામાન્યરીતે કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કરીને ખરાબ ભાષાનો ઉપયોગ કરે છે. કોંગ્રેસની સંસ્કૃતિ અને વિરાસત અલગ છે. મણિશંકર અય્યરે વડાપ્રધાન માટે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો છે તેના માટે તેઓ સમર્થન કરતા નથી.કોંગ્રેસ પાર્ટી અને તેઓ આશા રાખે છે કે, તેઓ માફી માંગશે. રાહુલ ગાંધીના આ વલણથી પણ ભાજપ સંતુષ્ટ નથી. નાણાંમંત્રી અરુણ જેટલીએ આને કોંગ્રેસ પાર્ટીની રણનીતિ તરીકે ગણાવીને કહ્યું છે કે, જ્યારે લોકોની નારાજગી સપાટી ઉપર આવે છે ત્યારે કોંગ્રેસ પાર્ટી માફી માંગી લે છે. પહેલા લોકોમાં ઉશ્કેરણીજનક નિવેદન કરી નાંખે છે. મણિશંકર અય્યરે કહ્યું છે કે, વડાપ્રધાન જે કહી રહ્યા છે તે તેમના કહેવાનો મતલબ નથી. તેઓ હિન્દી ભાષી નથી. તેઓએ અંગ્રેજી શબ્દ લોનો અર્થ નીચ જેવા શબ્દ માટે કર્યો છે. તેમણે કહ્યું છે કે, જો તેમને ઠેસ લાગી છે તો આના માટે માફી માંગે છે. જો કોંગ્રેસને ગુજરાતમાં આનાથી નુકસાન થશે તો તેમને દુખ થશે. મણિશંકરે એ મપણ કહ્યું છે કે, હિન્દીની પુરતી માહિતી નહીં હોવાના કારણે આ પ્રકારનું નિવેદન થયું છે. પૂર્વ વડાપ્રધાન વાજપેયી માટે મણિશંકર અય્યરે એક વખતે નાલાયક શબ્દનો ઉપયોગ કરી દીધો હતો.

Related posts

કાલોલ બેઠકને લઇ સાંસદ પ્રભાતસિંહના ઘરમાં ડખો : સાસુ ટિકિટ ઇચ્છતા હતા, ને પૂત્રવધુ સુમનબહેનને ટિકિટ

aapnugujarat

બહેરામપુરામાં ગરીબોને ભોજન અપાયું

editor

વડોદરા શહેરના ધો-૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત વાહન ખરીદવા રાજ્ય સરકાર રૂા. દસ હજાર સબસીડી આપશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1