Aapnu Gujarat
ગુજરાત

કાલોલ બેઠકને લઇ સાંસદ પ્રભાતસિંહના ઘરમાં ડખો : સાસુ ટિકિટ ઇચ્છતા હતા, ને પૂત્રવધુ સુમનબહેનને ટિકિટ

ભાજપે આજે તેના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે, જેમાં પંચમહાલના કાલોલ વિધાનસભા બેઠક પરથી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પૂત્રવધુ સુમનબહેન ચૌહાણને ટિકિટ ફાળવી છે. આજે જાહેર કરેલી ૧૩ ઉમેદવારોની યાદીમાં ભાજપ હાઇકમાન્ડે એક માત્ર મહિલા ઉમેદવાર સુમનબહેન ચૌહાણને કાલોલ વિધાનસભા બેઠકની આ ટિકિટ ફાળવી છે પરંતુ આ ટિકિટને લઇ હવે પ્રભાતસિંહના પત્ની અને પૂત્રવધુ વચ્ચે ડખો ઉભો થયો છે. કારણ કે, આ બેઠક પરથી પ્રભાતસિંહના પત્ની રંગેશ્વરી ચૌહાણ ચૂંટણી લડવા માંગતા હતા.સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પણ આ અંગેની માંગણી કરી હતી. બીજીબાજુ, ભાજપ દ્વારા કાલોલ બેઠક માટે સુમનબહેન ચૌહાણનું નામ જાહેર થતાં સાસુ રંગેશ્વરી ચૌહાણે ભારે નારાજગી વ્યકત કરી છે અને તેમણે પોતાના એફબી પેજ પર કાલોલમાં પ્રચાર કરીને બતાવી તો જુઓ એ મતલબની ખુલ્લી ધમકી આપી હતી. આમ, પ્રભાતસિંહ ચૌહાણની પત્નીએ સોશ્યલ મીડિયા મારફતે પોતાનો ગુસ્સો વ્યકત કર્યો હતો. દરમ્યાન પૂત્રવધુ સુમનબહેન ચૌહાણે તેમના પરિવારમાં કોઇ વિખવાદ હોવાની વાતનો છેદ ઉડાડયો હતો અને જણાવ્યું હતું કે, જો મારા સાસુ નારાજ હશે તો પણ તેમને અમે મનાવી લઇશું. અમે સાસુ-વહુ સાથે જ આ બેઠક માટે પ્રચાર કરીશું. કાલોલની બેઠક પર અમે જંગી બહુમતીથી વિજયી થઇશું એવી આશા પણ તેમણે વ્યકત કરી હતી.

Related posts

ગુજરાતમાં પોસ્ટરમાં જ છે AAP, અમારી જીત થશે: CM ભૂપેન્દ્ર પટેલ

aapnugujarat

अमराईवाडी के निवासी मेट्रो रेल का काम रोकने रोड पर उतरे

aapnugujarat

ડાકોર ફાગણી પૂનમના મેળા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1