Aapnu Gujarat
ગુજરાત

ચાર ઉમેદવારને ફોર્મ ભરવા કોંગ્રેસે સૂચના આપીસુચના

બીજા તબકકાની આગામી ૧૪ ડીસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી માટે હવે ઉમેદવારી પત્ર ભરવા માટે માત્ર ત્રણ દિવસનો સમય બાકી રહ્યો છે તેવા સમયે કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેરની બેઠકો ઉપર ઉગ્ર વિરોધને ખાળવા માટે ચાર જેટલા ઉમેદવારોને ફોર્મ ભરવા ફોનથી સુચના આપી હોવાનું વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરની બેઠક ઉપર બળવો શાંત કરવા જયા એક તરફ કોંગ્રેસ દ્વારા ગુલામનબી આઝાદને અમદાવાદ શહેર માટે જવાબદારી સોંપવામા આવી છે.ત્યાં બીજી તરફ અમદાવાદ શહેરની મહત્વપૂર્ણ એવી ચાર જેટલી વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવારી કરવા માટે ઉમેદવારોને ફોનથી સુચના આપી દેવામા આવી હોવાનું જાણવા મળ્યુ છે.જે ચાર ઉમેદવારોને ફોન દ્વારા હાઈકમાન્ડ દ્વારા ફોર્મ ભરવા અંગેની સુચના આપવામા આવી છે તેમા અમદાવાદ શહેરના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલને શહેરની બાપુનગર બેઠક પરથી,સીટીંગ ધારાસભ્ય ગ્યાસુદીન શેખને દરિયાપુર બેઠક ઉપરથી,શૈલેષ પરમારને શહેરની દાણીલીમડા બેઠક પરથી અને સાબીર ખેડાવાલાને શહેરની ખાડીયા-જમાલપુર બેઠક માટે ઉમેદવારીપત્ર ભરવાની ફોનથી સુચના આપી દેવામા આવી છે.અત્રે નોંધનીય છે કે,૧૪ ડીસેમ્બરના રોજ જયાં મતદાન યોજાવાનુ છે તેવી બેઠકો ઉપર ઉમેદવારી કરવા માટે સોમવારે અંતિમ દિવસ છે.કોંગ્રેસના કાર્યકરો દ્વારા બાપુનગરમાં પૂર્વ મેયર હિંમતસિંહને ટિકીટ આપવા સામે ઉગ્ર વિરોધ કરવામા આવ્યો હતો.આ પાછળ એવી દલીલ કરવામા આવી હતી કે તેમને બે વખત વિધાનસભા અને એક વખત લોકસભા માટે પક્ષ તરફથી ઉમેદવારી કરવાની તક આપવામા આવી હોવા છતાં તે હારી ગયા હતા.આ સાથે જ ગ્યાસુદીન શેખ ભાજપ તરફી હોવાની રજુઆત કરવામા આવી હતી.તો જમાલપુરમાં સાબીર ખેડાવાલા સામે પણ છીપા સમાજ ન હોવાની રજુઆત કરવામા આવી હતી.આમ છતાં મોવડીમંડળે આ તમામ વિરોધની વચ્ચે આ તમામને ઉમેદવારી કરવા ફોર્મ બરવા ફોનથી સુચના આપી દેવામા આવી હોવાનુ જાણવા મળે છે.

Related posts

ગાંધીનગરનાં ડીએસપી મયુર ચાવડા રાઉન્ડમાં નીકળતાં દોડધામ

aapnugujarat

કડી ના કાસ્વા ગ્રામ પંચાયત દ્વારા વિધવા બહેનો ને 5000 રૂપિયા નું કેસ વિતરણ કરવામાં આવ્યું.

editor

ગુજરાતમાં કોરોના વાયરસના ૧૧ કેસ નોંધાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1