Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરનાં ડીએસપી મયુર ચાવડા રાઉન્ડમાં નીકળતાં દોડધામ

ગાંધીનગર જિલ્લાના નવા ડીએસપી મયુર ચાવડાએ હજુ ગયા અઠવાડિયે જ ગાંધીનગર જિલ્લાના ડીએસપી તરીકે ચાર્જ સંભાળ્યો છે. આજે સોમવારે તેઓ અચાનક ડીએસપી કચેરીમાં રાઉન્ડમાં નીકળ્યા હતા. રાઉન્ડમાં નીકળતાં જ ડીએસપી કચેરીમાં રીતસર નાસભાગ મચી હતી. કારણ કે ડીજીપીના સર્ક્યૂલર પ્રમાણે દર સોમવારે પોલીસ અધિકારી-કર્મચારીઓએ યુનિફોર્મમાં આવવાનું હોય છે. ડીએસપીનો ઠપકો ન પડે તે માટે ખાનગી ડ્રેસમાં આવેલા કર્મચારીઓ સાહેબની નજર ચૂકવીને ભાગ્યા હતા.
ગાંધીનગર ડીએસપી મયુર ચાવડા શિસ્તના ખુબ જ આગ્રહી હોવાની છાપ ધરાવે છે. પોલીસે સૌથી પહેલા કાયદાનું પાલન કરવાનું છે તેવું તેઓ માને છે. ડીએસપી મયુર ચાવડાએ ચાર્જ સંભાળ્યા બાદ આજે અચાનક તેઓ ઓફીસમાં રાઉન્ડ પર નીકળ્યા હતા. ડીજીપી શિવાનંદ ઝાના સર્ક્યૂલર પ્રમાણે અઠવાડિયામાં બે દિવસ પોલીસ અધિકારી-કર્મચારીઓએ ઓફીસમાં કામ કરતાં વર્દીમાં અવશ્ય આવવાનું રહેશે. ઓફિસમાં કામ કરતાં કે ફિલ્ડ ડ્યૂટી પર કામ કરતાં કર્મચારીઓ અધિકારીઓએ પણ આ આદેશનું પાલન કરવાનું રહે છે.ડીએસપીના રાઉન્ડ દરમિયાન એક કર્મચારીએ યુનિફોર્મ પહેર્યો હતો પણ નેમ પ્લેટ નહોતી લગાવી જેને કારણે એસપીએ નેમ પ્લેટ અંગે પુછતાં કર્મચારીએ સાચે સાચુ જણાવતા કહ્યું કે તે નેમ પ્લેટ ભુલી ગયા છે. એસપીએ કોન્સ્ટેબલને નેમ પ્લેટ સાથે યુનિફોર્મ પહેરવાની સલાહ આપી હતી. ડીએસપી રાઉન્ડમાં નીકળતા ખાનગી ડ્રેસમાં આવેલા કેટલાક કર્મચારીઓ પાર્કિંગમાં પાર્ક કરેલી તેમની કારમાંથી યુનિફોર્મ પહેરતા નજરે પડ્યા હતા.

Related posts

केवडिया को कोरोना फ्री बनाने का अभियान जारी

editor

કેન્દ્ર સરકારની નિષ્ફળતાને પરિણામે મોંઘવારી વધી છે : આરએસપીનો આક્રોશ

aapnugujarat

गुजरात चुनाव बाद गृह में ओबीसी की संख्या में वृद्धि

aapnugujarat

Leave a Comment

UA-96247877-1