Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં કોરોના વાયરસના ૧૧ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં ૧૯ મેના રોજ કોરોનાના નવા ૧૧ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨૦૦ની અંદર આવી છે. એક્ટિવ કેસની સંખ્યા ૧૧૬એ પહોંચી છે.જેમાં અમદાવાદમાં ૦૭, બનાસકાંઠામાં ૦૧, મહેસાણામાં ૦૧, વડોદરામાં ૦૧, વલસાડમાં ૦૧ કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ ૯૯.૧૩ ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે ૧૯ દર્દી સાજા થયા છે.આ દરમ્યાન છેલ્લા ત્રણ વર્ષથી કોરોના સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ ખતરનાક ચેપને કારણે કરોડો લોકોના મોત પણ થયા છે. કોવિડ ૧૯ ના વિવિધ પ્રકારોને કારણે, આ ચેપ ખૂબ જ ખતરનાક બની ગયો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક ખતરો અને રોગચાળો જાહેર કર્યો હતો. હવે આ રોગચાળાને લઈને એક રાહતના સમાચાર છે. ઉર્ૐં એ કોરોનાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની યાદીમાંથી હટાવી દીધો છે. સરળ શબ્દોમાં કહીએ તો, કોરોના રોગ હવે વૈશ્વિક કટોકટી નથી.
જો કે ઉર્ૐંએ હજુ સુધી આ રોગચાળાના અંતની જાહેરાત કરી નથી, પરંતુ તેણે સ્વીકાર્યું છે કે હવે કોવિડને કારણે કોઈ કટોકટીની સ્થિતિ નથી. એટલે કે, આ રોગ રહેશે, પરંતુ તેના કારણે મૃત્યુનો કોઈ ભય નથી. એટલે કે, હવે કોવિડને આંતરરાષ્ટ્રીય સ્તરે તે જ જોખમ નથી, જે પહેલા હતું, જોકે હજી પણ વાયરસને લઈને સાવધ રહેવાની જરૂર છે.જાન્યુઆરી ૨૦૨૦ માં, ઉર્ૐં એ કોરોનાને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી. તે દરમિયાન તમામ દેશોને આ રોગથી બચવા અને તેના સંક્રમણને રોકવા માટે કહેવામાં આવ્યું હતું. ઉર્ૐં માં સામેલ તમામ ૧૯૬ દેશોએ કોવિડથી બચવાના માર્ગદર્શિકાનું પાલન કરવું પડ્યું હતું. જો કે, હવે તેને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી તરીકે સમાપ્ત માનવામાં આવે છે.

Related posts

બીજા સોમવારે શિવ મંદિરમાં શ્રદ્ધાળુ ઉમટ્યા

aapnugujarat

લોક ખોલવા બહાને કારીગરો ૧૦૦ તોલા સોનું લઇ પલાયન

aapnugujarat

યુપીની ચૂંટણીમાં ભાજપની જીતની સુરતમાં ફટાકડા ફોડી ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1