Aapnu Gujarat
Uncategorized

માંગરોળમાં બાયપાસ હાઇવે પર કારમાંથી મોટી રકમ મળી આવતાં ચકચાર

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે બાયપાસ કેશોદ ચોકડી પાસે વેરાવળથી પોરબંદર તરફ જઇ રહેલી કારમાંથી પચ્ચીસ લાખ (૨૫,૦૦,૦૦૦) જેટલી રકમ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. માંગરોળ કેશોદ બાયપાસ ચોકડી પાસે પોલીસ દ્વારા ચેકીંગ દરમિયાન વેરાવળ તરફથી પોરબંદર બાજુ જઈ રહેલી GJ-12-AR-9118 નંબરની ફીગો કારમાંથી પચ્ચીસ લાખ (૨૫,૦૦,૦૦૦) જેટલી રકમ મળી આવતાં તપાસણી કરનાર પોલીસ કર્મીઓ દ્વારા મળેલી રકમને શીલ્ડ કરી ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી. ઘટનાની જાણ થતાં જ પીએસઆઇ રાઠોડ, એસઆરપીના ઉચ્ચ અધિકારીઓ તેમજ ચુંટણી વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા કાર ચાલકની પુછતાછ કરતાં કાર ચાલકે આ રકમ વેરાવળની એક સહકારી બેંકની હોવાનું જણાવ્યું પરંતુ તેના કોઈપણ પ્રકારના પુરાવા ન હોવાથી માંગરોળ પોલીસ દ્વારા ચુંટણી કમીશન તેમજ ઈન્કમટેક્સ વિભાગને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ હોય, લોકોમાં જાત જાતની અટકળો જોવા મળે છે. પરંતુ સત્ય હકીકત તો વધુ તપાસ બાદ જ માલૂમ પડશે .
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

બિટકોઇન કેસ : અમરેલીના એસ.પી.ની ધરપકડ

aapnugujarat

રાજનીતિમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરનો ઉદભવ

aapnugujarat

સુરેન્દ્રનગરમાં કોરોનાએ રોકેટ ગતિ પકડી

editor

Leave a Comment

UA-96247877-1