Aapnu Gujarat
ગુજરાત

જાહેરસભાઓમાં ભાડૂતી માણસોની ભીડ : પૈસા આ૫વા છતાં લોકો નથી આવતા

એક તરફ શિયાળાની ઠંડી જોર પકડી રહી છે, તો બીજી તરફ ચૂંટણીનો માહોલ હજુયે જામતો નથી. ભાજપ-કોંગ્રેસના નેતાઓની જાહેરસભા કે રોડ શોમાં પાંખી હાજરી જોવા મળી રહી છે. ભીડ એકઠી કરવી હવે ભાજપ-કોંગ્રેસના નેતા માટે અઘરુ બન્યું છે. આ કારણોસર હવે ભીડ એકત્ર કરવાનો ય આઉટસોર્સિગ કોન્ટ્રાક્ટ આપવામા આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં ય ખુરશીઓ ખાલીખમ જોવા મળી રહી છે. તો રાહુલ ગાંધીના રોડ શોમાં ય ઝાઝી ભીડ નથી.
હવે રાજકીય પક્ષોના ભીડ એકત્ર કરવા બાંધકામ વ્યવસાયમાં જોડાયેલાં કોન્ટ્રાકટરો, રિક્ષા-જીપ-છકડા એસોસિએશનના આગેવાનો, કામદાર એસોસિએશનના અગ્રણીઓ, ઝૂંપડપટ્ટીમાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાના પદાધિકારીઓ સાથે સંપર્ક કરી રહ્યા છે. તો વળી કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતાઓની આજકાલ ખૂબ જ ડિમાન્ડ છે. જાહેરસભામાં હવે કારખાનામાં કરતાં મજૂરો, ભરત-સિલાઇકામ કરતી બહેનોને રોજીદી મજૂરીના પૈસા આપીને લાવવામાં આવે છે.
ઝૂંપડપટ્ટીમાં ય ફુટપેકેટ અને પૈસા આપીને રોડ શોમાં લવાય છે. આ જ પ્રમાણે કોલેજીયનો પણ વિદ્યાર્થી નેતાના સંપર્કમાં રહીને ખિસ્સાખર્ચ માટે કોલેજને બદલે જાહેરસભામાં પહોંચી જાય છે. વ્યક્તિદીઠ રુ.૧૦૦-૨૦૦ આપી જાહેરસભામાં ભીડ એકત્ર કરાતી હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે નાણાં આપવા છતાંયે માણસો આવવા તૈયાર નથી ! જે બાબત ભાજપ-કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે.

Related posts

ઇશરત કેસ : હવે વણઝારાની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ થયો

aapnugujarat

અમદાવાદમાં મહિલા કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અભિયાનનો પ્રારંભ થયો

aapnugujarat

चुनावलक्षी मुद्दों के लिए कांग्रेस के नेता दिल्ली पहुंचे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1