Aapnu Gujarat
મનોરંજન

બિગ બોસનું ઘર છોડતા પહેલા બંદગીએ પુનીશ સાથે કર્યું લિપલોક

બંદગી બિગ બોસના ઘરમાંથી બેઘર થઈ છે. અને તેથી પુનિશ અને બંદગી નામના આ પ્રેમીપંખીડા થોડા સમય માટે છૂટા પડી ગયા છે. જોકે આ એલિમિનેશન ઘણું શોકિંગ હતું. બિગ બોસના ઘરના સભ્યોને હતું કે આ વખતે લવ આ ગેમમાંથી બહાર થશે. પરંતુ બંદગીને ઘરની બહાર કાઢવામાં આવી હતી.ઘરના સભ્યોએ એલિમિનેશન માટે લવનું નામ આપ્યું હતું.  સૌથી આશ્ચર્યની વાત એ છે કે લવની ફ્રેન્ડ હિના ખાને પણ લવનું જ નામ આપ્યું હતું પરંતુ સલમાને લવને સેફ ગણાવતા બધા ચોંકી ઉઠયા હતા.ત્યાર બાદ પુનીશ તથા બંદગીને એક રૂમમાં મોકલવામાં આવ્યા હતા અને અહીં બનેને તેમની મેમરી એક વીડિયો દ્વારા બતાવવામાં આવી હતી. આથી બંદગી રોવા લાગી હતી તેને જોઈને પુનીશ પણ ધ્રૂસકે ધ્રૂસકે રોવા લાગ્યો હતો. અને બંનેએ કોઇને ન ગણકારતા બધાના દેખતા જ લિપલોક કરી નાંખ્યું હતું. ઉલ્લેખનીય છેકે બિગ બોસ૧૧માં પુનઈશ અને બંદગીની હરકતો તથા તેમના પ્રેમની ચર્ચાઓ ખૂબ થઈ હતી. અને આ કપલની લિપલોકની હરકતો બિગ બોસના કેમેરામાં કેદ થતા બિગ બોસ તરફથી તે હટાવવામાં આવ્યા હતા.

Related posts

હું રણબીરની માના રોલ માટે તૈયાર નહોતી : મનીષા

aapnugujarat

રિયા ચક્રવર્તીને કોર્ટે વિદેશ જવાની પરવાનગી આપી

aapnugujarat

ડિયર કમલ સર, આતંકવાદનો કોઈ ધર્મ ન હોય, તેને ‘હિંદુ’ સાથે ન જોડોઃ વિવેક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1