Aapnu Gujarat
મનોરંજન

ડિયર કમલ સર, આતંકવાદનો કોઈ ધર્મ ન હોય, તેને ‘હિંદુ’ સાથે ન જોડોઃ વિવેક

દક્ષિણ ભારતીય ફિલ્મો અને હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા કમલ હસને રવિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, ‘સ્વતંત્ર્ય ભારતનો પ્રથમ આતંકવાદી હિંદુ હતો.’ તેમના આ નિવેદન અંગે પ્રતિભાવ આપતા બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોયે ટ્‌વીટ કરીને કહ્યું કે, ‘ડિયર કમલ સર, તમે એક મહાન કલાકાર છો. જેવી રીતે કલામા કોઈ ધર્મ હોતો નથી, તેવી જ રીતે આતંકવાદને પણ કોઈ ધર્મ હોતો નથી. તમે એમ કહી શકો કે ગોડસે એક આતંકવાદી હતા પરંતુ તેની સાથે તમે ‘હિંદુ’ શબ્દ જોડી શકો નહીં. વિવેક ઓબેરોયે કહ્યું કે તમે આ વિશે નિવેદન આપ્યું ત્યારે તમે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. પ્લીઝ સર, એક સામાન્ય કલાકાર તરફથી એક મહાન વ્યક્તિને નિવેદન છે કે, આ દેશનાં ભાગલા કરવાનું બંધ કરો. આપણે બધા એક જ છીએ… જય હિંદ’ એમએનએમ પાર્ટીનાં સંસ્થાપક કમલ હસને તમિલનાડુનાં અરવાકુરિચિ વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન રવિવારે રાત્રે સ્વતંત્ર ભારતનાં પહેલા આતંકવાદી જેવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતુ. તેમણે કહ્યું કે ‘તેઓ એક એવા સ્વાભિમાની ભારતીય છે કે જે સમાનતાવાળો ભારત દેશ ઈચ્છે છે.કમલ હસને કહ્યું કે હું મુસલમાનની બહુમતી ધરાવતા વિસ્તારમાં હતો તેથી આવું બોલ્યો હતો તેવું નથી, હું તો આ વાત ગાંધીજીની મૂર્તિ સામે જોઈને બોલ્યો હતો. ગોડસેએ ગાંધીજીની હત્યા કરી હતી અને ત્યાંથી જ આતંકવાદની શરૂઆત થઈ હતી. ૧૯૪૮માં થયેલી મહાત્મા ગાંધીની હત્યાનો અહેવાલ આપતા તેમણે કહ્યું કે હું તે હત્યાનો જવાબ શોધવા માટે જ રાજકારણમાં આવ્યો છું.

Related posts

પ્રિયંકા હાલમાં બે ફિલ્મને લઇ વ્યસ્ત

aapnugujarat

રિયા ચક્રવર્તીનો આરોપ, એનસીબીએ ડ્રગ્સ કેસમાં દોષ કબૂલવા મજબૂર કરી

editor

ઇત્તેફાકની રિમેકને લઇને સિદ્ધાર્થ ખુશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1