Aapnu Gujarat
ગુજરાત

એ બકાને ગુજરાતનો વિકાસ દેખાતો નથી, સ્મૃતિ ઇરાનીએ વલસાડમાં સંબોઘી સભા

વલસાડના કોસંબા ગામ ખાતે જાહેરસભાને સંબોઘન કરતા કેન્દ્રિયમંત્રી સ્મૃતિ ઇરાનીએ પૂર્વ વડાપ્રઘાન મનમોહનસિંહ અને કોંગ્રેસ ઉ૫ર પ્રહાર કરતા કહ્યું હતું કે, ચૂંટણીમાં એક ભાઇ અહી આંટા મારે છે. ખોટી ખોટી વાતો કરે છે. એ બકાને ગુજરાતનો વિકાસ દેખાતો નથી. વિકાસની ચર્ચા કરવાના બદલે ખોટા આક્ષેપો કરે છે.તેમણે ગુજરાતને વિકાસથી વંચિત રાખ્યું હતું એટલે વિકાસ દેખાતો નથી.
તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસના વડાપ્રધાન મનમોહનસિંહ ક્યારેય પણ તેમના શાસનમાં બોલ્યા નથી. તેઓ અમેઠીમાં કોંગ્રેસને બચાવી શક્યા નથી. હવે ગુજરાતમાં આવીને જીએસટી પર ચર્ચા કરી રહ્યા છે.
ભાજપ સરકારની યોજનાઓ વિશે તેમણે કહ્યું કે, ચૂલો ફૂંકતી ગુજરાતની ૧૬ લાખ જેટલી મહિલાઓને ગેસ સિલિન્ડર અને ચૂલાની ભેટ ઉજાલા યોજના થકી આપી છે. સગર્ભા અને પ્રસૂતા મહિલાઓ માટે ખિલખિલાટ યોજાના અમલી બનાવી હતી. જેના થકી પ્રસૂતા સરળતાથી હોસ્પિટલ જઇ શકે અને ત્યાંથી સરળતાથી ઘરે પણ આવી શકે છે. કોંગ્રેસના રાજમાં આવી કોઇ સુવિધા નહોતી.મોગરાવાડી અને કોસંબામાં નરેન્દ્ર મોદીની રાષ્ટ્રવાદીની વાત કરી હતી. કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી એવા છે, જ્યારે ચીન સાથે ભારતની તંગદીલી થતી હોય ત્યારે રાહુલ ગાંધી ચીનના રાજદુત સાથે ડિનર કરે છે. જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરે ત્યારે તેઓ સેના પર સવાલ ઉઠાવે છે.

Related posts

सरसपुर में डेढ़ लाख से अधिक ने प्रसाद का आनंद लिया

aapnugujarat

નોટબંધીના લીધે આવાસોની કિંમત ઘટી : મોદી

aapnugujarat

નક્સલી સીતારામ માંઝીની ધરપકડ બાદ પુછપરછ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1