Aapnu Gujarat
ગુજરાત

નોટબંધીના લીધે આવાસોની કિંમત ઘટી : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન ગુજરાત હેઠળ આજે સુરત પહોંચ્યા હતા. મોદીએ સુરતમાં જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. મોદીએ સુરત વિમાની મથકના નવા ટર્મિનલના વિસ્તરણ માટે આધારશીલા મુકી હતી. સાથે સાથે સુરતમાં વિકાસ કાર્ય ઝડપથી કરવા માટે દાવો પણ કર્યો હતો. ગુજરાતમાં સુરત વિમાની મથકે નવા ટર્મિનલના એક્સેટેન્શન માટે આધારશીલા મુક્યા બાદ ઉપસ્થિત લોકોને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, સુરત આવનાર વર્ષોમાં દુનિયાના સૌથી ઝડપથી વિકસિત પામનાર શહેરોની યાદીમાં રહેશે. સૌથી આગળ સુરત નિકળી જશે. મોદીએ કહ્યું હતું કે, નવા ટર્મિનલની શરૂઆત થયા બાદ યાત્રીઓ અને કાર્ગો બંને ક્ષમતા વધશે. આનાથ વેપારીઓને લાભ થશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ ઉપર સુરત અને મહાત્મા ગાંધી વચ્ચે ખુબ નજીકના સંબંધ હોવાની વાત કરતા કહ્યું હતું કે, સુરતે સ્વચ્છતા સહિતના મુદ્દા ઉપર રાષ્ટ્રપિતા ગાંધીજીના તમામ મૂલ્યોનું સન્માન કર્યું છે. જનસભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણી માટે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતિ મળી હતી જેના કારણે જ દેશમાં પરિવર્તનનો દોર શરૂ થયો હતો. પૂર્ણ બહુમતની સરકાર આવવાથી દેશમાં ત્રિશંકુની ૩૦ વર્ષની બિમારીથી રાહત મળી હતી. આગામી લોકસભાની ચૂંટણીને લઇને વિપક્ષો એકમત થઇ રહ્યા છે ત્યારે મોદીએ પૂર્ણ બહુમત સરકારના મહત્વની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ત્રિશંકુ સરકાર હોવાની સ્થિતિમાં કોઇ કામ થઇ શકતા નથી. ગઠબંધન સરકારની મજબુરી હોય છે જ્યારે પૂર્ણ બહુમત હોવાની સ્થિતિમાં જવાબદારી રહે છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં સામાન્ય નાગરિકો માટે ઉંડાણ યોજના અને આવાસ યોજના જેવા કામો એક વ્યક્તિ અથવા પાર્ટીના કારણે જ નહીં બલ્કે પૂર્ણ બહુમતિની સરકારના લીધે થયા છે. પરિવર્તનનો દોર લોકોના વોટના કારણે છે. મોદીની તાકાતના કારણે નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, એક-એક વોટથી બહુમતિ મળવાથી સાહસી નિર્ણયો લેવાયા છે. બહુમતિથી આવનાર સરકાર કઠોર નિર્ણય લઇ શકે છે અને દેશને હિંમત સાથે આગળ વધારી શકે છે. મોદીએ આધારશીલા મુક્યા બાદ ઉપસ્થિત લોકોને કહ્યું હતું કે, તેમની સરકારના ખુબ જ કઠોર નોટબંધીના નિર્ણયના લીધે જ આવાસોની કિંમત ઘટી છે અને સામાન્ય વર્ગના લોકો પણ મકાન ખરીદી શક્યા છે. તેમણે કહ્યું હતું કે, જો અગાઉની સરકારોએ આ કામ કર્યું હોત તો તેમને ૨૫ વર્ષથી વધુનો સમયગાળો લાગ્યો હતો. નોટબંધીના લાભ અંગે તેમને હંમેશા લોકો પુછતા રહે છે પરંતુ આનો જવાબ યુવાનો આપી શકે છે જે આ નિર્ણય લેવામાં આવ્યા બાદ પોષાય તેવા રેટ ઉપર આવાસી મકાન ખરીદી શક્યા છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં રહેલા કાળા નાણાંને બહાર લાવવામાં નોટબંધીથી ફાયદો થયો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ઉંડાણ યોજનાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. આનાથી સામાન્ય વર્ગના લોકો પણ વિમાનમાં પ્રવાસ કરવા સક્ષમ બન્યા છે. એનડીએ શાસનના ચાર વર્ષના ગાળા દરમિયાન તેમની સરકારે ૧.૩૦ કરોડથી વધુ આવાસ બનાવ્યા છે જ્યારે અગાઉની સરકારના ગાળામાં ૨૫ લાખ આવાસ બન્યા હતા. મોદીએ અન્ય તમામ મુદ્દાઓ ઉપર સરકારની સિદ્ધિઓની વાત કરી હતી. નોટબંધીના મુદ્દા ઉપર લાંબા ગાળા બાદ તેઓએ વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાતના લકો ખુબ સક્ષમ છે અને એક પછી એક મોટા નિર્ણય લઇ રહ્યા છે. મોદી મિશન ગુજરાત હેઠળ આજે પહોંચ્યા હતા અને એક પછી એક કાર્યક્રમોમાં જોડાઈ ગયા હતા.

Related posts

સરપંચોના અધિકારો પર કાપ મુકાતા દેત્રોજ-રામપુરાના સરપંચોએ તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપ્યું

aapnugujarat

साबरकांठा जिला के क्षेत्रों में टू व्हीलर चोरी के सात गुनाहों का भेद खुल गया

aapnugujarat

નવા શૈક્ષણિક વર્ષેથી ગુજરાત એસટીનો પાસ ઓનલાઇન મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1